રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સિક્યોરિટી તોડવી સરળ કામ નથી. ઘણા બોડીગાર્ડ દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ પુતિનની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખે છે. પુતિનના બોડીગાર્ડ રાજાઓ અને સમ્રાટોના રિવાજોનું પાલન કરે છે.
રાષ્ટ્રપતિ જે કંઈ પણ ખાય છે કે પીવે છે તે પહેલા તેમના નજીકના સલાહકાર પાસેથી પસાર થાય છે. યુક્રેન પર હુમલા બાદ પુતિનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે કારણ કે હવે તેમના જીવને પહેલા કરતા વધુ ખતરો છે.
રશિયન પ્રેસિડેન્શિયલ સિક્યુરિટી સર્વિસ SSO ને રિપોર્ટ કરે છે, જે કેજીબીમાંથી બનાવવામાં આવી હતી. આ ગાર્ડ હંમેશા પુતિનની આસપાસ પડછાયા જેવા દેખાશે. પુતિનનો દિવસ ત્રણ સુરક્ષા બ્રીફિંગથી શરૂ થાય છે અને આ બ્રીફિંગ તેમનો દિવસ નક્કી કરે છે.
પ્રથમ ટીમમાં, પુતિનના નજીકના વર્તુળમાં તેના બોડી ગાર્ડસનો સમાવેશ થાય છે. અન્ય ટીમમાં સમાવિષ્ટ ગાર્ડસ લોકોની નજરથી દૂર રહે છે. ત્રીજી ટીમનું કામ શંકાસ્પદ લોકોને આવતા અટકાવવાનું છે. છેલ્લી એટલે કે ચોથી ટીમમાં સ્નાઈપર્સ હોય છે.
રશિયન નેશનલ ગાર્ડની રચના 6 વર્ષ પહેલા પુતિને પોતે કરી હતી, જેને લોકો રાષ્ટ્રપતિની અંગત સેના કહે છે. હાલમાં, નેશનલ ગાર્ડનું નેતૃત્વ પુતિનના ભૂતપૂર્વ અંગરક્ષક વિક્ટર ઝોલોટોવ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ થોડા વર્ષોમાં આ સુરક્ષા દળમાં ચાર લાખ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુતિન પાસે ફૂડ પોઈઝનિંગની તપાસ માટે પર્સનલ ટેસ્ટર છે. ભોજનને લઈને રાષ્ટ્રપતિની સુરક્ષા સૌથી કડક હોય છે. આ પદ્ધતિ જૂના જમાનામાં એવી જ છે કે રાજાઓનું ભોજન પહેલાં તેમના ખાસ સેવકો તેમના ભોજનનો સ્વાદ ચાખતા હતા અને તેનું પરીક્ષણ કરતા હતા.
તમને જણાવી દઈએ કે ક્રેમલિનમાં સ્માર્ટફોન બ્લોક છે. પુતિને પોતે કહ્યું છે કે તેઓ આ ઉપકરણોનો ઉપયોગ કરતા નથી. આમ કરવાથી સ્પષ્ટ થાય છે કે રશિયન રાષ્ટ્રપતિને ઈન્ટરનેટ પર બિલકુલ વિશ્વાસ નથી. રશિયા માને છે કે અમેરિકા તમામ માહિતી પર નજર રાખે છે.