પંજાબી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે સોનીપત પાસે અકસ્માતમાં થયું મૃત્યુ.

પંજાબી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિલ્હી નજીક કુંડલી બોર્ડર પર તેની કાર અથડાઈ હતી, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો.

દીપ સિદ્ધુની સાથે વાહનમાં એક મહિલા મિત્ર પણ હતી, જે અકસ્માતમાં ઘાયલ થઈ હતી. દીપ સ્કોર્પિયો કારમાં હતો ત્યારે તેનું વાહન ટ્રોલી સાથે અથડાયું હતું.

દીપ સિદ્ધુ સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો. ત્યારે તેમની કાર રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માત સોનીપત જિલ્લામાં થયો હતો.

દીપ સિદ્ધુના મૃતદેહને ખારઘોડા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના જણાવ્યા અનુસાર વાહનમાં હાજર મહિલાની હાલત નાજુક છે.

ખેડૂતોના આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મામલામાં દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા

ગણતંત્ર દિવસની હિંસામાં 500થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત થયું હતું. આ ઘટના બાદ સિદ્ધુ પર સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. જે તેની એક મહિલા મિત્ર દ્વારા અપલોડ કરવામાં આવી હતી.

Leave a Comment