લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા, સોશિયલ મીડિયા પર ફેનને આપ્યા ગુડન્યુઝ…

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. આ સમાચાર આવ્યા બાદ ચાહકો અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશેની માહિતી શેર કરી છે. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની છે. તેણે એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેણે આ અંગે પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો.

પોસ્ટમાં સોશિયલ મીડિયા પર માહિતી આપતી વખતે તેણે દરેકને પોતાની પ્રાઈવસી જાળવવાની અપીલ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું, ‘અમને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે મે અને સરોગસીએ બાળકનું સ્વાગત કર્યું છે.

અભિનેત્રીએ આગળ લખ્યું, ‘આ ખાસ અવસર પર, અમે આદરપૂર્વક અમારી પ્રાઇવેસી માટે પૂછીએ છીએ, કારણ કે અમે આ સમયે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. દરેકનો આભાર.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચાર વર્ષ બાદ માતા બની છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં નિક જોનાસ સાથે રાજસ્થાનમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા મોટાભાગનો સમય અમેરિકામાં તેના પતિ સાથે રહે છે.

Leave a Comment