ગુજરાતના કાપડના વ્યાપારી ની સાચી પ્રેમ કથા: ગુજરાતના કાપડના વ્યાપારીએ તેમની પત્ની યાદમાં પત્નીનું બનાવ્યું, આ મંદિર મુલાકાત મોરારીબાપુ લેતા જોવા મળ્યા.

પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી હોતી. પરંતુ, આજે વેલેન્ટાઈન ડે ના દિવસે અમે તમને ગુજરાતના કાપડના વ્યાપારી ની સાચી પ્રેમ કથા વિશે જણાવીશું. આ પ્રેમ કહાની મૂળ સુરેન્દ્રનગરના થોડું ગામના રહેવાસી લાલા રામ અને લલીતા બહેનની છે.

વર્ષ 2004માં લલીતા બહેનને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. જેને લીધે એમના પતિ અને પરિવાર ને લલીતા બહેનને બચાવી ન શકવાનો વસવસો રહી ગયો. લલીતાબેન જ્યારે હતા ત્યારે એમના પતિ ને ગરીબ અને અનાથ લોકોની સેવા કરવા માટે કહેતા હતા.

પરંતુ એ વખતે તેમના પતિ એમની વાતને હસવામાં કાઢી નાખત. પણ પત્નીના નિધન બાદ એમણે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દુધરેજ ખોડું રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો.

એમાં મંદિરમાં લલીતાબેનની આબેહૂબ મૂર્તિ પ્રસ્થાપિત કરી. વૃદ્ધાશ્રમ નું ઉદઘાટન ખુદ મોરારીબાપુ ના હસ્તે થયું હતું. આજે અમે લલીતાબેન ના પતિ લાલારામે જણાવેલી એમની પ્રેમ કહાની શબ્દ સહ તમારા સામે રજુ કરીએ છે.

લલીતાબેન અને લાલારામ – ” મારા પત્ની લલીતાબેન જ્યારે હયાત હતા ત્યારે, એટલે કે, થોડા વર્ષ પહેલા સમાજ સેવા કરવાનું કહેતા. અમે મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના રહેવાસી છીએ. છેલ્લા ઘણા વર્ષોથી અમે દિલ્હીમાં રહે છે.

અહીં અમારો કાપડ નો મોટો વ્યાપાર છે. મારા પત્ની જ્યારે જીવિત હતા ત્યારે દરેક વાર- તહેવારે તેઓ સમાજના લોકો અને ગરીબો તથા અનાજ ની સેવા કરવા માટે વારંવાર મને કહેતા પરંતુ, એ સમયે હું એમની વાતને હસીને ટાળી દેતો.

તે વખતે હું લલીતા ને કહેતો કે, આ બધા કાર્ય કરવા સહેલા નથી. છતાં એ મને કાયમ સમાજસેવા માટે કહયા કરતા, એ સમયે મને કલ્પના પણ નહોતી કે એક દિવસ આવડો મોટો વૃદ્ધાશ્રમ હશે. એ પણ એમના જ નામનો. “

લલીતાબેન અને લાલારામ તેમના બાળકો સાથે-
” 2004માં લલીતાબેન હાર્ટ એટેકના કારણે નિધન થયું. જેથી તેમને બચાવી ન શક્યા નો પસ્તાવો આજે પણ તેમના પરિવારને છે. લાલારામે જણાવ્યું કે 2004માં તેમના પત્ની હાર્ટ એટેકથી નિધન થયું.

અમારી પાસે બધું હોવા છતાં અમે તેમને બચાવી શક્યા નહીં. એનો વસવસો અમારા આખા પરિવારને રહી ગયો. મારી પત્નીના નિધન પછી અમારા બાળકોએ કહ્યું કે, આપણે મમ્મી ની ખાસ સેવા ચાકરી કે કાળજી કરી શક્યા નથી હવે મમ્મી ની ઇચ્છા પૂરી કરવા આપણે સમાજ, અનાથ અને ગરીબ લોકો માટે કંઈક કરવું જોઈએ

વૃદ્ધાશ્રમ નું ઉદઘાટન મોરારિબાપુના હસ્તે-
” લલીતા બહેન વૃદ્ધાશ્રમ બનાવ્યો, જેનું ઉદઘાટન મોરારિબાપુના હસ્તે થયુ હતું. લાલારામે જણાવ્યું હતું કે, પરિવારમાં લલીતાબેન ની અધુરી ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યા પછી અમે અમારા મૂળ વતન સુરેન્દ્રનગરના ખોડુ ગામ નજીક ચાર એક વીઘા જમીન ખરીદી, જેમાં બેથી અઢી વર્ષ સુધી બાંધકામ ચાલ્યું અને આશરે ત્રણ વર્ષમાં બે કરોડ રૂપિયાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનીને તૈયાર થઈ ગયો.

જેનું મોરારિબાપુના હસ્તે ઉદઘાટન થયું મેં મારા પતિની આબેહૂબ મૂર્તિ આ આશ્રમમાં બનાવવામાં આવેલા એક મંદિરમાં સ્થાપી. “

લાલા રામે વૃદ્ધાશ્રમમાં પ્રસ્થાપિત કરેલી આબેહૂબ મૂર્તિ – લલીતાબેન ની મૂર્તિ ની નિયમિત રોજ સવાર સાંજ પૂજા અર્ચના થાય છે લાલા રામે કહ્યું હતું કે, ” વૃદ્ધાશ્રમના મંદિરમાં લલીતાબેન ની મૂર્તિ નિયમિત પૂજા કરવામાં આવે છે.

જ્યાં વૃદ્ધાશ્રમના લોકો અને આસપાસના ગામમાં રહેતી મહિલાઓ આવીને ભજન – કીર્તન પણ કરે છે. “

લલીતાબેન વૃદ્ધાશ્રમ ની તસ્વીર- લાલારામે જણાવ્યું હતું કે વૃદ્ધાશ્રમ ના દરેક લોકોને નિશુલ્ક રાખવામાં આવે છે. અત્યારે 30 થી વધુ વૃધ્ધ લોકો અહીં રહે છે. જેમની પાસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

દરેકને સવારે નાસ્તો, બપોરનું અને સાંજનું જમવાનું આપવામાં આવે છે.આ ઉપરાંત કોઈ વૃદ્ધ બીમાર પડે તો એમની સારવાર પણ અમે ફ્રીમાં કરાવીએ છે.

લલીતા બહેનના પતિ લાલારામ ભોજવિયા – લલીતા બહેનની હયાતીમાં કાર્ય કરવામાં આવ્યું હોત તો તેઓ ખુબ ખુશ થતાં. લાલારામે કહ્યું હતું કે, અત્યારે મારી પત્ની આ દુનિયામાં નથી પણ અમે તેમના નામે વૃદ્ધાશ્રમ બનાવીને લોકોની સેવાનું કાર્ય કર્યું છે.

પરંતુ જો તેમની હયાતીમાં આ કાર્ય થયું હોત તો, તેઓ ઘણા ખુશ થતાં. પરંતુ આજે તેઓ જ્યાં હશે, ત્યાં સેવાનું કાર્ય જોઈને રાજી થતા હશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી અમારા આખા પરિવારની પ્રાર્થના છે.

Leave a Comment