ગાંધીનગર હીંચકારી નાખે એવી ઘટના આવી સામે, પ્રેમીએ તેની સગીર વયની પ્રેમિકા પર કટર વડે કાપ્યું ગળું, જાણો શું હતો મામલો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમને બદનામ કરે તેવા કિસ્સાઓ બની રહ્યા છે.

હજુ તો સુરતમાં ગ્રીષ્મા વેકારીયાની તેના પ્રેમી દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી તેના ઘાવ રુજાણાં નથી ત્યાં રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં એક પ્રેમીએ તેની સગીર વયની પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાની હાલત નાજુક થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઈ છે .

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લીંબોદર ગામે અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમી (સંજય સેધાજી ઠાકોર) એ તેની પ્રેમિકા પર બળજબરી કરવાની કોશિશ કરી જેનો સગીરા દ્વારા વિરોધ કરવામાં આવતા પ્રેમીએ યુવતીના ગળા પર કટરના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

આટલી ઘાયલ થયેલ હોવા છતાં યુવતીએ હિમ્મત રાખી વિરોધ કરતા પ્રેમી ત્યાંથી નાસી ગયો હતો અને ત્યાર બાદ યુવતીએ તેના કાકાને ફોન કરીને જાણ કરતા તેના કાકા સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક 108ને બોલાવી ભત્રીજીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે.

આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે.પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીરા સાથે બળજબરી કરીને હત્યાનો પ્રયાસ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. પરંતુ હવે યુવતી ભાનમાં આવે ત્યારે ખરેખર શું ઘટના બની હતી તે જાણી શકાશે.

Leave a Comment