જાણો પોષી પુનમના દિવસે એની પૂજા વિધિ અને વ્રત સાથે મેળવો અનેક લાભ

હિન્દુ ગ્રંથોમાં પોષી પૂનમના દિવસે સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય આપવાનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં પોષી પૂનમના દિવસે બહેન, ભાઇના આયુષ્ય માટે અને પોતાના ભવિષ્યનાં સૌભાગ્ય માટે પોષી પૂનમ વ્રત અને આખો દિવસ ઉપવાસ કરે છે દરેક મહિનામાં આવતી પૂનમની તિથિનું ખુબ જ મહત્વ છે.

પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે છે કે પૂર્ણિમાની જ એકમાત્ર આ તિથિ હોય છે જ્યારે ચંદ્રમા તેની પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે. એવું કહેવામાં આવે છે કે ચંદ્રને પૂનમની તિથિ ખુબ જ પ્રિય છે. એટલા માટે જ પોષ પૂર્ણિમાના દિવસે પોતાના પૂર્ણ આકારમાં જોવા મળે છે.

આ દિવસે સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય આપવાનું વિશેષ મહત્વ છે. પોષ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે આ પોષી પૂનમ ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ઉજવાશે. આ દિવસે વ્રત કરવાનું ખાસ મહત્વ છે.

પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે. આ પૂર્ણિમા પર દુનિયાભર ના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. ભાઇ- બહેન આ દિવસે સુખ-દુઃખની વાતો કરે છે.  તો ચાલો જાણી લઇએ આ દિવસના મહત્વ વિશે.

બહેન પોતાના ભાઈ માટે કરે છે વ્રત :- વિક્રમ સંવતના ત્રીજો તહેવાર એટલે કેટ પોષ સુદ પૂર્ણિમા. આખા વર્ષમાં આવતી બાર પૂનમ માંથી પોષી પૂનમનું મહત્વ ખુબ જ ખાસ મહત્વ હોય છે. આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવવામાં આવે છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે.

વર્ષમાં બે પૂનમ આવે છે, જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. એક શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ એટલે પોષી પુનમ. પોષી પૂનમના દિવસે સવારે વહેલા સૂર્યોદય પહેલાં જાગી અને સ્નાનાદિ ક્રિયા કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

પોષી પૂનમનું મહત્વ :- વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા મુજબ પોષ મહિનાને સૂર્ય દેવનો મહિનો ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવામાં આવે તો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ.

સૂર્ય દેવની આરાધના કરવી એ એક પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્દભૂત સંગમ થાય છે. એટલા માટે આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ :- પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું અને સ્નાનાદિ ક્રિયા કરી સ્વચ્છ કપડા પહેરવા. પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરવું, સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવું અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ પણ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં થોડી વાર બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરવી.

આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવાનું [અન વિશેષ મહત્વ છે. કોઈ યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ મુજબ દાન આપવું જોઈએ. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળનું દાન આપવું તે ઉત્તમ માનવામાં આવે છે.

 

Leave a Comment