ગોવા પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પણજી નજીકના સાંગોલ્ડા ગામમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાઓ અને હૈદરાબાદના એક પુરુષની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ટીવી એક્ટ્રેસ અને અન્ય એક મહિલા મુંબઈ નજીકના વિરારની રહેવાસી છે
ત્રીજી મહિલા હૈદરાબાદની છે. ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે છટકું ગોઠવીને સાંગોલ્ડાની એક હોટલમાં હૈદરાબાદના એક વ્યક્તિ સાથે રૂ. 50,000માં સોદો કર્યો હતો. આ પછી, દલાલે જેવો જ ત્રણેય મહિલાઓને રજૂ કરી, તેમની ધરપકડ કરવામાં આવી.
ગોવા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ મામલાને લગતી માહિતી મીડિયાને આપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાફિઝ સૈયદ બિલાલ નામનો વ્યક્તિ વેશ્યાવૃત્તિની પ્રવૃતિઓમાં સામેલ છે. આ માહિતીના આધારે પોલીસે પોતાની જાળ બિછાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસે જણાવ્યું કે આ માહિતીની ખરાઈ કર્યા બાદ નકલી ગ્રાહકની મદદથી હૈદરાબાદના આ વ્યક્તિનો સંપર્ક કરીને સોદો ફાઈનલ કરવામાં આવ્યો હતો. સોદા હેઠળ 50 હજાર રૂપિયા આપવાના હતા અને સાંગોલ્ડ ગામની એક હોટલમાં આપવાનું નક્કી થયું હતું.
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે 26 વર્ષીય યુવકની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે અન્ય ત્રણ મહિલાઓ સાથે અહીં પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલી મહિલાઓની ઉંમર 30 થી 37 વર્ષની વચ્ચે છે.