ભાવનગરના ચાર પોલીસકર્મીઓ હરિયાણાના આરોપીને પકડીને પાછા ફરતા કારનું અકસ્માત થતા થયા શહીદ…

રાત્રે 2 વાગ્યા ની આજુબાજુ જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા છે. જેમાં એક આરોપીનું મોત નીપજ્યું છે.

મળેલી માહિતી મુજબ હરિયાણા થી આરોપીને લઇને પરત ફરી રહેલા ભાવનગરના ચાર પોલીસ જવાનની ગાડી નો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર ઘટી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ભાવનગરના પોલીસ જવાન હરિયાણાથી આરોપીને લઇને પાછા ફરી રહ્યા હતા એ તમે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલીસમાં ઉંડા આઘાતની સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો વડેલી પ્રાથમિક વિગતો પ્રમાણે ચાર પોલીસ કર્મચારી ભીખુભાઈ બુકેરા, ઈરફાન આગવાન, શક્તિસિંહ ગોહિલ અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા.

ક્યાંથી આરોપીને પકડી ને ચારે પોલીસ કર્મચારી પાછા ફરી રહ્યા હતા. જ્યારે પોલીસ કર્મી જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ચારે પોલીસ જવાન શહિદ થયા છે.

ઝાડ સાથે કાર અથડાતા થયેલા અકસ્માતની જાણ ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો ને થઈ હતી અને તેઓ બચાવકાર્ય માટે ઉભા રહ્યા હતા. એમણે જ સ્થાનિક પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી.

જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના હોવાનું અને પોલીસ વિભાગના કર્મચારીઓ હોવાનું માલુમ પડતા, એમણે ભાવનગર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું – જયપુર પાસે થયેલા અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓ શહિદ થયા અંગેની જાણ થતા, ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે.

ઈશ્વર એમના સદગત આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, દિલ્હીથી પાછા ફરતી વખતે જયપુરના ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 5 લોકોનાં મોતની જાણકારી મળી છે.

શોકાતુર અને દુઃખી પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોના આત્માને શાંતિ અર્પે.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારના એર બેગ પણ ફાટી ગયા હતા. જેમાં ચાર પોલીસ જવાનનાં મોત નિપજ્યા હતા.

1. શક્તિસિંહ યુવરાજ સિંહ ગોહિલ ભીકડા
2.ઇરફાનભાઇ આગવાન
3. મનુસુખભાઈ બાલધિયા
4. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા

આરોપીને લઈને દિલ્હીથી પાછા આવી રહેલા પોલીસ કર્મીઓને જયપુર નજીક અકસ્માત નડયો હતો. આ દુર્ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 1 આરોપીના મૃત્યુની જાણકારી મળી છે. જે અત્યંત દુઃખદ છે.

ઈશ્વર એમના સદગતના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે કરે એવી ઈશ્વરને પ્રાર્થના. ૐ શાંતિ..!

દિલ્હીથી આરોપીને ઝડપી, ગુજરાત આવી રહેલા ગુજરાતના ચાર પોલીસ જવાનનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે.

ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

Leave a Comment