ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અને બૉમ્બ બ્લાસ્ટના ચુકાદા બાદ પોલીસ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે.
આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના એક યુવક દ્વારા શેર કરવામાં આવી હતી. જેના સામે કેસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી.
ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ કરનાર વધુ એક યુવકને પોલીસે પકડી લીધો છે. વેજલપુર પોલીસની ગિરફ્તમાં આવી ગયેલ અસલમ લેંઘાએ હિંદુ ધર્મ વિશે ખરાબ લખાણની પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાંચની સર્વેલન્સ ટીમના ધ્યાને આ બાબત આવતા જ અસલમ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો. જેની ફતેહવાડી ખાતેના તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુનેગાર ડ્રાઇવર તરીકે છૂટક નોકરી કરે છે. મામલાના મૂળ સુધી પહોંચવા પોલીસ તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસ કરવામાં લાગી છે.
પકડાયેલ આરોપી કટ્ટરવાદી વિચારધારા ધરાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો કે કેમ તે આતંકવાદી અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હતો તે તપાસ થઈ રહી છે.