છરી લઈને ફરતા લવરમૂછિયાઓને જાણે પોલીસનો કોઈ ડર જ નથી, હાલ થોડાક ટાઇમથી પોલીસ હત્યાના ગુનાઓ રોકવામાં રહી સતત નિષ્ફળ.

બે દિવસ પહેલાં જ સુરતમાં 20 વર્ષીય આરોપીએ યુવતીનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી હતી. જે હજી પણ ચર્ચામાં છેે, જેને લોકો ભૂલી શક્યા નથી.

ડાયમંડ સિટી સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. સુરતમાં છેલ્લા 13 દિવસમાં 7 હત્યાના બનાવો બન્યા છે. જેમાં પાણીપૂરીની લારી પર 2 ટપોરીએ યુવતીની છેડતી કરી અને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો,તો રાંદેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતાં 4 હત્યારાએ સિક્યોરિટી ગાર્ડની હત્યા કરી નાખી હતી.

જ્યારે રાંદેરમાં ધોળે દિવસે જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા યુવકની જૂની દુશ્મની માં હત્યા કરવામાં હતી. આ સિવાયની 5 હત્યાના બનાવોમાં પતિ, પત્ની, અને 2 પાડોશી જ હત્યારા નીકળ્યા છે, જેમાં ગૃહમંત્રીના કોટુબિંક કાકાની પણ હત્યા કરવામાં આવી હતી.

3 ફેબ્રુઆરી, 2022 – પરવટગામ પાસે શંકર નગરમાં 2 ટપોરી પાણીપૂરી ખાવા ઊભેલી યુવતીની છેડતી કરતાં વૃદ્વે ઠપકો આપ્યો હતો. એમાં ટપોરીઓએ વૃદ્ધને ચપ્પુના 20 ઘા મારી હત્યા કરી હતી, લિંબાયત પોલીસે બે હત્યારા અનિશસિંગ અને રિંકુની અટકાયત કરી હતી.

5 ફેબ્રુઆરી, 2022 – અડાજણમાં ગૃહમંત્રીના કૌટુબિંક કાકા મહેશભાઈ સંઘવી(63)ની લિફટમાં જવાની માથાકૂટમાં એમના જ પાડોશી શેરબ્રોકર બોની મહેતાએ મુક્કો મારી હત્યા કરી હતી, જેમાં રાંદેર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

6 ફેબ્રુઆરી, 2022 – લાલગેટના કાજીપુરા કામદાર આવાસ પાસે ભાવેશ સોંલકીની ગળેટૂંપો દઈ પત્ની દ્વારા હત્યા કરાઈ હતી. જેના કારણમાં પતિ કામધંધો કરતો નહોતો અને દારૂ પીવાની ટેવ હતી. એ જાણવા મળ્યું હતું. લાલગેટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.

6 ફેબ્રુઆરી, 2022 – રાંદેર ગાયત્રી સર્કલ પાસે જાહેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા સિક્યોરિટી ગાર્ડ રવિ ઉર્ફે બંટીની હત્યા કરાઈ હતી, એમાં સંજય જગતાપ, કવન ખલાસી,અય ભરવાડ, અર્જુન ચૌધરીની ધરપકડ કરવામાં હતી.

10 ફેબ્રુઆરી, 2022 – પાંડેસરા વડોદ જગન્નાથ સોસાયટીમાં સ્થિત વિધવાને એક યુવક જોઇ રહ્યો હતો, એ બાબતે પાડોશી સાલુ વર્માએ થપકો આપતાં, આરોપી સોમનાથ ગુપ્તાએ તેની હત્યા કરી હતી, જે બાદ તેની ધરપકડ કરાઈ હતી.

11 ફેબ્રુઆરી, 2022: કાપોદ્રામાં પોતાના વતન જવાના ઝઘડામાં પતિએ જ પત્ની દયાબેનનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યારા પતિ વિઠ્ઠલ પ્રેમજી ખીમાણિયાની ધરપકડ કરવામાં છે.

13 ફેબ્રુઆરી, 2022: અન્ય ઘટનામાં રાંદેર જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા જુનેદ પઠાણની જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં હતી. જેમાં 4 હત્યારા કારમાં આવ્યા હતા. આરોપી હજી ફરાર છે.

Leave a Comment