ભોપાલમાં એક પોલીસ કોન્સ્ટેબલે મૂછ રાખવાને કારણે નોકરીમાંથી કરાયો સસ્પેન્ડ, ત્યારબાદ જાણો થયું શું…

ભોપાલમાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ રાણા ને નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ એના માટે એમની લાંબી મૂછ જવાબદાર છે. રાકેશ રાણા ની મૂછ ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂછ જેવી છે. એટલું જ નહીં પરંતુ તેમના સાથી કર્મીઓ પણ એમને અભિનંદન ના નામથી જ સંબોધન કરતા હતા. પરંતુ અધિકારીઓને રાકેશ ની મૂછ પસંદ આવી નહીં. માટે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

કો-ઓપરેટીવ ફ્રોડ અને સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માના કહેવા પ્રમાણે કોન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન કર્યું નહોતું. રાકેશ જણાવ્યું હતું કે, ‘ રાજપુત છું, નોકરી હોય કે ન હોય મૂછ તો નહીં કાઢું. ‘

બે દિવસ પહેલા અપાયો હતો આદેશ :-

કોન્સ્ટેબલ રાકેશ રાણા ભોપાલ કો-ઓપરેટીવ ફ્રોડ અને લોકસેવા ગેરેન્ટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઇવર પદે ફરજ બજાવતા હતા. જેમને બે દિવસ પહેલા નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો હતો.
આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે રાકેશ રાણા નું turn out ચેક કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું કે તેમના વાળ વધી ગયા છે. મૂછનો શેપ પણ અજીબ જ છે. એના કારણે turn out સારો દેખાતો નથી. જેના કારણે તેમને વાળ અને મોચી યોગ્ય રીતે કાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાકેશ રાણાએ આદેશનું પાલન કર્યું હતું જે અનુશાસન હીનતા શ્રેણીમાં આવે છે જેના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

રાકેશે જણાવ્યું… રાજપૂત છું :-

રાકેશે આદેશ જાહેર થતા જવાબ સ્વરૂપે કહ્યું હતું. સર હું રાજપુત છું મૂછ રાખવી મારી શાન છે. નોકરી રહે કે ના રહે હું મૂછ નહિ મુંડાવું. હું પહેલેથી જ આવી મોત રાખું છું, અને જ્યારે લોકો અભિનંદન ને ઓળખતા થયા ત્યારથી લોકો મને અભિનંદન ના નામથી બોલાવે છે. મને સસ્પેન્શનનો આદેશ મંજુર છે.

ઉત્તર પ્રદેશમાં પણ આવી ઘટના સામે આવી હતી પરંતુ એમાં કોન્સ્ટેબલ આકાશ નું સન્માન કરાયું હતું. ઉત્તર પ્રદેશના મિનિટમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. પરંતુ એમાં અધિકારીને આકાશની મુછ એટલી પસંદ આવી હતી કે, તેમણે એને રોકડા 1,000 રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપ્યો હતો.

Leave a Comment