દેશમાં કોરોનાના વધતા જતા કેસ ના કારણે પીએમ મોદીએ ઈમરજન્સી બેઠક બોલાવી, જાણો લોકડાઉન થશે કે નહિ?

કોરોના ફરી હાહાકાર મચાવીને તૂટી પડ્યો છે. દેશના દરેક રાજ્યમાં કોરોના ફરીવાર ભયજનક સ્થિતિમાં છે. સ્થિતિને જોતા પીએમ મોદી એક્શનમાં આવ્યા છે. તેમણે રવિવારે કોરોનાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. અધિકારીઓ સાથે PMની આ બેઠક સાંજે 4:30 વાગ્યાથી થશે. દેશમાં કોરોનાના 1.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાના વધતા કેસને કારણે ઘણા રાજ્યોમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, મોદી સંક્રમણને રોકવા માટે લોકડાઉન જેવા કડક પગલા ભરવાના નિર્દેશ આપી શકે છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગબ્બા, વીકે પોલ, ગૃહ સચિવ અજય ભલ્લા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, આયુષ સચિવ વિવેક રાજ કોટેચ, સચિવ રાજેશ ગોખલે, ડૉ. બલરામ ભાર્ગવ વગેરે હાજર રહેશે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને મીટિંગમાં પીએમએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ સૂચનાઓ આપી હતી. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,59,632 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 40,863 લોકો સાજા થયા છે અને 327 લોકોના મોત થયા છે.

Leave a Comment