હિન્દુ યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોની રેલી બની ઉગ્ર; રાજકોટમાં PI થયા મજબુર લાઠીચાર્જ, રિવોલ્વર લઈને આંદોલનકારીઓ પાછળ દોડ્યા….

હિન્દુ યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. એમાં પણ રાજકોટમાં માલધારી સમાજ- હિન્દુ સંગઠનોની રેલી એકાએક હિંસક બની ગઈ હતી.

જેમાં લોકો પર પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. આવામાં એક પોલીસકર્મીએ અચાનક રિવોલ્વર કાઢી અને લોકોની પાછળ દોડ્યા હતા.

“કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ”ના નારા રાજ્યભરમાં ગુજ્યા હતા. કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની માગ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે.

એમાં પણ અમદાવાદ, સુરત, કરજણ સહિતનાં શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેકટરને આવેદનપત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની ઉગ્ર માગણી કરી છે.

અમદાવાદમાં લોકોએ કલેક્ટર કચેરી બહાર કિશન હમ શર્મિદા હૈ તેરા કાતિલ ઝીંદા હૈ, જય શ્રી રામ સહિતના નારા લગાવ્યા હતા. રાજકોટમાં માલધારી સમાજ ઉપરાંત હિન્દુ સંગઠનોની રેલીમાં એકાએક નાસભાગ થઈ હતી.

પોલીસે અચાનક લાઠીચાર્જ શરૂ કર્યો હતો. આવામાં ટોળાના યુવાનોની પાછળ રાજકોટના એક પોલીસકર્મી રિવોલ્વર લઈને દોડવા મંડ્યા હતા. તેમજ ઘણી લાઠીઓ મારી હતી.

આ પોલીસકર્મી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ હોવાનું મનાય છે, પરંતુ હજી સુધી તેની કોઈ ઓળખ નથી થઈ.

Leave a Comment