મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દેશ અને લોકો સમય પ્રમાણે દિન-પ્રતિદિન આધુનિક બનતા જઈ રહ્યા છે અને આ આધુનિકતા ના કારણે દરેક વ્યક્તિ નો સ્માર્ટફોન ૪ જી સપોર્ટ સાથે આવી રહ્યા છે પરંતુ, તેમછતા ઘણા લોકો એ નેટવર્ક ની સમસ્યાથી પરેશાન છે.આ ૪ જી નેટવર્ક ની સ્થિતિ શહેરોમા સારી છે પરંતુ, હજી પણ ગ્રામ્ય વિસ્તારોમા આ સ્થિતિ ખુબ જ સારી નથી.
મોબાઈલ નેટવર્ક ૩ જી હોય કે ૪ જી પરંતુ, જો ઇન્ટરનેટ ની સ્પીડ સારી હોય તો તેમા કોઈ જ સમસ્યા નથી. પરંતુ, જો વર્તમાન સ્થિતિ ને એનાલીસીસ કરવામા આવે ૪ જી નેટવર્ક પર સ્પીડ નો અભાવ ખૂબ જ પરેશાન કરી મૂકે છે. ઘણીવાર મોબાઈલ ફોનમા ફૂલ નેટવર્ક હોવા છતા પણ જો ઈન્ટરનેટ ની ૪ જી જેવી સ્પીડ નથી મળતી તો ઘણા લોકો ના કામ અટકી પડે છે, જેને લઈ ને અનેકવિધ પરેશાનીઓ ઊભી થાય છે.
જો તમે આ સમસ્યા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના માટે તમારે અમુક વિશેષ ટીપ્સ અપનાવવી પડશે. આ વિશેષ ટીપ્સ અજમાવીને તમે ઈન્ટરનેટ ની સારી એવી સ્પીડ મેળવી શકો છો. જો તમે ઈન્ટરનેટ ની સારી એવી સ્પીડ મેળવવા માંગો છો તો ફાઈબર કેબલ એ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેનો ઉપયોગ કરીને તમે ખુબ જ સારી એવી સ્પીડ મેળવી શકો છો.
જો તમે તમારા ઘરના વિસ્તાર ની આસપાસ કોપર કેબલ ની જગ્યાએ ફાઇબર કેબલ નો ઉપયોગ કરવામા આવશે તો તમારુ નેટવર્ક સારુ રહેશે અને સ્પીડ પણ ઉપલબ્ધ થશે માટે ફાઈબર કેબલ નો ઉપયોગ હિતાવહ છે. જો તમારુ ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યુ છે તો પહેલા ફોન ની સેટિંગ્સ તપાસો.
જો તમે ફોન ની સેટિંગ્સમા નેટવર્ક સેટિંગ્સ પર જાવ અને નેટવર્ક ના પ્રકારમા ૪ જી અથવા એલ.ટી.ઈ. તરીકે પસંદ કરો. એ.પી.એન. ને સેટ કરો. ત્યારબાદ નેટવર્ક સેટિંગ્સમા એક્સેસ પોઇન્ટ નેટવર્ક સેટિંગ ને પણ તપાસો કારણકે, ઝડપ માટે યોગ્ય એ.પી.એન. હોવુ આવશ્યક છે. એ.પી.એન. સેટિંગ્સ ના મેનૂ પર જાઓ અને સેટિંગ ને ડિફોલ્ટ રૂપે સેટ કરો.
આ સિવાય ફોનમા હાજર સોશ્યલ મીડિયા પર નજર રાખો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનો તમારા ફોન ના નેટવર્ક ની ગતિ ઘટાડે છે અને સાથે-સાથે તે વધુ પડતો ડેટા નો વપરાશ પણ કરે છે માટે જો તમે તમારા ઈન્ટરનેટ ની સ્પીડ વધારવા ઈચ્છો છો. તેમની સેટિંગ્સ પર જઈને ઓટો પ્લે વિડિયો ને બંધ કરો. આ સિવાય ફોન ના બ્રાઉઝર ને ડેટા સેવર મોડમા સેટ કરો. આનાથી ઈન્ટરનેટ ની સ્પીડ પણ વધી શકે છે.
આ ઉપરાંત પણ ઘણા એવા નુસ્ખાઓ છે જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોન ના નેટવર્ક ને યોગ્ય રીતે સક્રિય કરી શકો છો અને તમારા ફોન ની ઈન્ટરનેટ ની સ્પીડ પણ વધારી શકો છો. ગૂગલ તમને તમારા ફોન મુજબ નેટવર્ક ના સેટિંગ વિશે વધુ માહિતી આપી શકે છે.