અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર આગ લાગી હતી. પેટ્રોલ ખાલી કરવા આવેલા ટેન્કરમાં અચાનક આગ ભભુકી ઉઠતાં અફરાતફરી મચી ગઇ હતી.
જેથી લોકો ભયભિત થય ગયા હતા. ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગમાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
પેટ્રોલ પંપ પર ટેન્કરમાં આગને પગલે 100 મીટર દૂર આવેલા જમાલપુર ફાયરબ્રિગેડ સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી હતી. પાણીથી આગને કાબુમાં લઈ લેવાનો પ્રયાસ થયો હતો.
પેટ્રોલપંપ પર આગ લાગતા પેટ્રોલ ભરાવવા આવેલા લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. સમગ્ર આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર અધિકારી અને ફાયર અધિકારી સહિતનો કાફલો તાત્કાલિક 10 મિનિટની અંદર જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.