પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ સોમવારે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. આજે ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 96.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. સોમવારે ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 95.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે દિવાળીના અવસર પર પેટ્રોલના ભાવ ઘટાડવા માટે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી હટાવી દીધી હતી. જે બાદ ભાવમાં એકસાથે 12 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. પેટ્રોલના ભાવમાં આટલા મોટા ઘટાડા બાદ હવે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતાં પેટ્રોલના ભાવમાં વધારો થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જે બાદ હવે ઓઈલ કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો છે. ચૂંટણી પહેલા પેટ્રોલના ઘટેલા ભાવને લઈને એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ચૂંટણી પછી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવશે.
પેટ્રોલના ભાવ આજે ફોરેક્સની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પ્રમાણે પેટ્રોલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સમીક્ષાના આધારે પેટ્રોલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે.આ સાથે જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.67 રૂપિયા થશે.