એકટર પાયલ ઘોષનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓમાં પાયલ ઘોષે દાવો કર્યો છે કે તે એસીડ એટેકથી વારંવાર બચી છે. આ સાથે પાયલે એવો પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેને સળિયાથી મારવાનો પ્રયાસ કર્યો હતો.
પાયલનું કહેવું છે કે તે પોતાના ઘરે મુંબઈ જઈ રહી હતી. કારમાં બેસતી વખતે કેટલાક લોકોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેની પાસે રહેલો સામાન છીનવી લીધો. તેમની પાસે એક બોટલ હતી. તેમાં પાયલના કહેવા મુજબ એસિડ હતું.
પાયલના જણાવ્યા અનુસાર, જે લોકોએ તેના પર હુમલો કર્યો હતો તેમણે માસ્ક પહેર્યા હતા. તેણે પાયલને માથા પર અને હાથ પર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી જયારે પાયલએ મદદ માટે બુમ પાડવા લાગી ત્યારે પેલા લોકો ભાગી ગયા.
પાયલે ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તે હાથની ઈજા બતાવી રહી છે. ફોટો શેર કરતા પાયલે લખ્યું – દુઃખાવાને કારણે તે આખી રાત સુતી નહી. આ અકસ્માત પાયલ સાથે મુંબઈના અંધેરી વિસ્તારમાં થયો હતો. વાયરલ વીડિયોમાં પાયલે કહ્યું – તેના હાથમાં બોટલ હતી. મને ખબર નથી કે તેમાં શું હતું. કદાચ તેમાં એસિડ હતું અથવા તો કંઈક બીજું હોઈ શકે છે. તેણે મને લાકડી વડે મારવાનો પ્રયાસ કર્યો. જયારે મેં મદદ માટે બુમ પાડી ત્યારે લાકડી મારા ડાબા હાથ માં પડી અને હું ઘાયલ થઇ ગઈ.
આવું પહેલા મારી સાથે ક્યારેય થયું નથી. મુંબઈમાં આવું પહેલીવાર બન્યું કે મારી સાથે આવી ઘટના બની. હવે હું પોલીસમાં કેસ કરીશ. જો કે હું તે બદમાશો નું મોઠું જોઈ ના શકી. આ અકસ્માત પછી પાયલ ઘોષ આઘાત માં છે. જે કઈ તેની સાથે થયું તેની પર તે યકીન નથી કરી શકતી. પાયલ ઘોષના ચાહકો તેને ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેના ફ્રેન્ડસ એ પાયલ ઘોષને સપોર્ટ કર્યો અને તેની સાથે જ છે એવું કહ્યું.
પાયલ ઘોષ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાયલે અનુરાગ કશ્યપ સામે મોરચો ખોલ્યો હતો. પાયલનો દાવો હતો કે 2013 માં ડાયરેક્ટરે તેને હૈરેસ કરી હતી.