ગુજરાતના લોક ગાયિકા કિંજલ દવેને સૌ કોઈ લોકો જરૂર ઓળખતા હશો અને તેમના ચાહકો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશને વિદેશમાં પણ પ્રસરાયેલા છે. મિત્રો થોડા દિવસો પહેલા કિંજલ દવેને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી ગઈ છે, પાંચ વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ થઈ હતી.
તમને જણાવી દઈએ કે અચાનક જ કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે પાંચ વર્ષ બાદ બંનેની સગાઈ તૂટી ગઈ છે. અને સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પવન જોશીની સાથેના તમામ પ્રકારના ફોટાઓ અને વિડિયો સોશિયલ મીડિયા ઉપરથી ડીલીટ કરી દીધા છે, અને સમાજ દ્વારા જાણવા મળી રહ્યું છે કે સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશી ની બહેન ને બતાવવામાં આવી રહી છે.
પવન જોશી ની બહેન અને કિંજલ દવેના ભાઈ આકાશ દવે ના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા, અને પવન જોશી ની બહેને બીજા કોઈ યુવકની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા, તેના કારણે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. આ પ્રકારના સમાચાર વાયુ ભેગે વાયરલ થતાં કિંજલ દવેના ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે.
કિંજલ દવે ની સગાઈ તૂટ્યા પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અલગ અલગ પ્રકારની ઘણી બધી વાતો થવા લાગી છે, અને કિંજલ દવે અને પવન જોશીના સગાઈ ના ફોટાઓ પણ વાયરલ થયા હતા. ખાસ વાત તો એ છે પવન જોશી ની સગી બહેન અને આકાશ દવેના પણ કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે.
એવું કહેવાય રહ્યું છે કે આ ફોટાઓ કેટલાક જૂના છે પરંતુ એક ફોટાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આકાશ દવે અને પવન જોશીની બહેન એકબીજાને કેક ખવડાવતા હોય તે પ્રકારના નજરે પડે છે. કિંજલ દવે અને પવન જોશી ની બહેનના પણ ફોટાઓ સાથે જોવા મળ્યા છે તેમજ જાણવા મળ્યું છે કે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ થયા પછી આકાશ દવે અને જાગૃતિ જોષી ની સગાઈ કરવામાં આવી હતી.
કિંજલ દવેના પરિવારની સાથે પણ જાગૃતિ જોષી એ પડાવેલા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થઈ રહ્યા છે, અને આ ફોટાઓ ઘણા બધા જૂના છે ,પરંતુ સગાઈ તૂટ્યા બાદ ફરી એક વખત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા ફોટાઓ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.