2 ફેબ્રુઆરી ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે પત્નીએ પોતાના ભાઈ, પ્રેમી અને ભુવા ની મદદથી પોતાના પતિની હત્યા કરી હતી.
પોતાના પ્રેમમાં અડચણરૂપ બનતા પતિને પાગલ કરવા અને મરાવી નાખવા માટેની વિધિ પત્નીએ પ્રેમી પાસે કરાવી હતી પરંતુ નિષ્ફળ જતા એ પોતાના પતિને પિયરમાં એટલે કે ડુંગર ગામે લઇ ગઇ હતી ત્યાં વિધિના નામે સફેદ ચાદર ઓઢાડીને એના હાથ-પગ પકડી રાખીને એનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ લાશને ફેંકી દીધી હતી.
આ ઘટના બાબતે પોલીસે પત્ની એના ભાઈ, પ્રેમી અને ભુવાની ધરપકડ કરી છે. જ્યારે રાજસ્થાનના ભુવા ની શોધખોળ ચાલુ છે.
વારંવાર થતા ઝઘડા- દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલૂંડા ગામે રહેતા 45 વર્ષીય રમણભાઈ નાથાભાઈ બરોજોડાની 40 વર્ષીય પત્ની રેશમ બેનને 1 વર્ષ પહેલા ઘુઘસ ગામ ના તળગામ ફળિયાના બોરીયા નારસિંગ પારગી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
એ બાબતની જાણ જ્યારે પતિ રમણભાઈને થઈ ત્યારે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. માટે પોતાના પ્રેમાળ અડચણ બનતા પતિને પાગલ કરી નાંખવા અને મારી નાખવા રાજસ્થાનના માનગઢ નજીક આવેલા ધુધા ગામના ભુવાનો સંપર્ક કર્યો હતો.
વિધિ ને બહાને સફેદ ચાદર ઓઢાડી – રાજસ્થાનના ભુવાએ ઘૂઘસ ગામે રહેતા અને ભુવા નું કામ કરતા ચીમન સવજી બારીયા પાસે આ કામ કરવા જણાવ્યું હતું. પ્રેમમાં જ બનેલી રે સામે પોતાના પતિને મારી નાખવા માટે ડુંગર ગામે રહેતા પોતાના સગા ભાઈને પણ આ કામમાં સામેલ કર્યો હતો.
ત્યારબાદ બધાને કાવતરું રચીને રમણને વિધિ કરવાના બહાને ડુંગર ગામે સાસરીમાં લઈ જવામાં આવ્યો હતો. કે વિધિ કરવાના બહાને પાણી પીવડાવવામાં આવ્યુ.
ત્યાર પછી તેના શરીર પર સફેદ ચાદર ઓઢાવી. જીમ અને વિધિ શરૂ કરી ત્યારે તકનો લાભ લઈને રેશમ, રાકેશ, ચીમને હાથ પકડી રાખ્યા અને બોરીયા એ ગળું દબાવી રાખી રમણ ની હત્યા કરી નાખી હતી.
પોલીસે ચીમન, રાકેશ, રેશમ અને બોરિયા ની ધરપકડ કરી છે. જ્યારે રાજસ્થાનના ભવાની શોધખોળ ચાલુ છે.
બીમાર પડયો હોવાનો પત્નીએ ફાયદો ઉઠાવ્યો – પતિ ને તાવ આવતા પત્નીને રેશમ પતિને સાજો કરવાના બહાને રાજસ્થાનના ભૂવા પાસે લઇ ગઇ હતી. જો કે, ભૂવા પાસે રમણને પાગલ કરવાની અથવા મારી નાખવાની ડીલ થઈ હતી.
એણે આ લોકોને ઘૂઘસ ગામે રહેતા પોતાના શિષ્ય માટે મોકલ્યા હતા. ત્યારબાદ રમણ ને એની સાસરી માં લઇ જઇને એનું કાસળ કાઢવામાં આવ્યું હતું.
રેશમના સંબંધોની જાણ મળી – રમણભાઈ નું મહત્વ શંકાસ્પદ જણાતા હત્યા અને ગુનાઇત કૃત્ય નો ગુનો દાખલ કરાયો હતો.
ગોધરા નાયબ પોલીસ મહાનિરીક્ષક ભરાડા ના આદેશ પ્રમાણે પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ની સૂચના પછી એએસપી વિજય સિંહ ગુર્જર અને સીપીઆઈ સંગાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બરંડાએ તપાસ શરૂ કરી હતી. જેમાં ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન રેશમ એના બોરીયા એ ગુનો કબુલ કર્યો હતો.