કલોલ તાલુકાનું દિંગોચાગામ હમણાં ન્યૂઝમાં છવાયેલું છે અને આનું કારણ છે કે આ ગામનો એક ગુજરાતી પરિવાર કેનેડામાં હતો.
ત્યાંથી તેઓએ ગેરકાયદેસર રીતે કેનેડા અમેરિકા બોર્ડર ક્રોસ કરવાની ટ્રાય કરી હતી. અને આ પ્રયાસમાં ઠંડીથી થીજી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એક એજન્ટ 11 લોકો સાથે ગયો હતો. સતત 11 કિમી સુધી ચાલી માઈનસ 35 ડીગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરવા માગતા હતા.
પરંતુ બરફને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર તો ક્રોસ કરી નાખી હતી, જ્યારે અન્ય ચારેય મૃતકો પાછળ રહી જતાં રસ્તો ભટકી ગયા હોવાથી મોડા થયા હતા.
રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયા અને ત્યાં જ ઠંડીમાં થીજવાને કારણે મોત નીપજ્યાં હતાં. બોર્ડર ક્રોસ કરી ગયેલા સાતેય લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતા, જ્યારે એજન્ટની પણ ધરપકડ કરી લેવાઈ હતી.
આ મુદ્દે જ્યારે ગ્રામજનો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ગામના લોકો વાતચીત કરવાથી ડરે છે કારણ કે જો આમ થયું તો ગામમાં યુવકોની સગાઈ કરવામાં પણ તકલીફ પડી શકે છે.
ત્યારે ગ્રામજનોએ આ મૃત્યુ પાછળ સરકારની નીતિઓને જવાબદાર ઠેરાવી છે. તેમણે દોષનો ટોપલો સરકારો પર ઢોળતા કહ્યું હતું કે પાટીદાર ને અનામત ન મળતું હોવાને કારણે લાયકાત ધરાવતા યુવક યુવતીઓ વિદેશ જાય છે.
દેશમાં તેમને તેમની લાયકાત મુજબ ની તકો મળી રહેતી નથી.