પાટેકર કરોડોના માંલીઅક હોવા છતાં આવું સાદું જીવન જીવે છે, ખુદે ખાસ કારણ જણાવ્યું……

પહેલી જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરુદ જંજીરામાં જન્મેલા નાના પાટેકરએ 1978માં આવેલી ફિલ્મ ગમન થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, નાના પાસે અંદાજે 73 કરોડ જેટલી સંપત્તિ છે, જેમાં ફાર્મહાઉસ, કાર તથા અન્ય પ્રોપર્ટી સામેલ છે. આટલી સંપત્તિ હોવા છતાંય નાના પાટેકર એકદમ સાદગીથી જીવે છે.

નાના પાટેકર પોતાની 90 ટકા કમાણી દાનમાં આપી દે છે. તે માત્ર 10 ટકા કમાણીમાં જ પોતાનું ગુજરાન ચલાવે છે.નાના પાટેકરે કહ્યું હતું કે તે શોખથી નહીં પરંતુ મજબૂરીમાં એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા હતા. તેમને સાધારણ જીવન જીવવું પસંદ છે. તેમણે આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. નાના પાટેકરનું પૂના નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું ફાર્મહાઉસ છે.

શહેરથી દૂર નાના પાટેકર અહીંયા આરામ કરે છે. નાના પાટેકર પોતાના ફાર્મહાઉસમાં ઘઉં, ચણાની ખેતી કરે છે. અહીંયા સાત રૂમ તથા એક મોટો હોલ છે. ઘરમાં સિમ્પલ વુડન ફર્નીચર, ટેરાકોટા ફ્લોર છે. આ ફાર્મહાઉસની કિંમત 12 કરોડ રૂપિયાની છે.મુંબઈમાં પણ નાના પાટેકરનો એક ફ્લેટ છે. આ ફ્લેટ માત્ર 750 સ્કેવર ફૂટનો છે. આ ફ્લેટ તેમણે 90ના દાયકામાં 1.10 લાખમાં ખરીદ્યો છે.

એક બેડરૂમ, હોલ તથા રસોડું ધરાવતા આ ફ્લેટની કિંમત હાલમાં સાત કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નાના પાસે 81 લાખ રૂપિયાની ઓડી ક્યૂ 7 કાર છે. આ ઉપરાંત 10 લાખની સ્કોર્પિયો છે. 1.5 લાખની રોયલ એનફિલ્ડ છે.નાના પાટેકરના ઘરનો દરેક રૂમ બેઝિક સ્ટાઈલ તથા જરૂરિયાત પ્રમાણે ડેકોરેટ સજાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાર્મહાઉસમાં ઘણાં બધા ઝાડ ઉગાડવામાં આવ્યા છે.

તબેલો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ગાય તથા ભેંસો છે એક સમયે ઘર ચલાવવા માટે નાના પાટેકર ઝિબ્રા ક્રોસિંગ પર પેઈન્ટિંગ કરતાં અને 35 રૂપિયા મળતા હતા. નાના પાટેકર હાલમાં ખેડૂતો માટે કામ કરે છે.નાના પાટેકર ને ભલે આજે તેમને ફિલ્મોમા કામ કરતા નથી જોઇ શકતા પરંતુ તેમના અભિનય નો કોઈ જવાબ નથી.મિત્રો નાના પાટેકર નુ પુરુ નામ વિશ્વનાથ પાટેકર છે.

તેમનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના એક નાનકડા ગામ મુરુદ મા એક મરાઠી કુટુંબ મા થયો હતો તેમના પિતા નુ નામ દિનકર પાટેકર જે વ્યવસાયે એક કાપડ ના વેપારી હતા તેમજ માતા નુ નામ સંજના પાટેકર છે જે ઘરનું કામ સંભાળતી હતી મિત્રો નાના પાટેકર જી એ તેમની શિક્ષા મુંબઈ ના જે જે ઈન્સ્ટિટ્યુટ ઓફ અપ્લાઈડ આર્ટ મુંબઈ થી કરી હતી મિત્રો નાના પાટેકરે નીલાકાન્તી પાટેકર સાથે લગ્ન કર્યા છે.

પણ આ લગ્ન અમુક કારણે વધુ ચાલ્યુ નહી અને તેમના તલાક થઈ ગયા તથા તેમને એક મલ્હાર નામનો પુત્ર પણ છે મિત્રો નાના પાટેકર ને બાળપણ થી જ ફિલ્મો નો ખુબજ શોખ હતો બાળપણ તેઓ શાળા તેમજ ગામ મા જ્યારે પણ તેમને તક મળતી તો તેઓ નાટકો મા ભાગ લેતા હતા. નાના પાટેકર ના જીવન મા બધુ બરોબર ચાલતુ હતુ પરંતુ જ્યારે તેઓ 13 વર્ષ ના હતા ત્યારે તેમના પિતા ને વ્યવસાય મા ખુબજ ખોટ ગઈ ત્યારે તેમની બધી માલમિલ્કત વેચવી પડી હતી.

જેથી તેમના ઘર ના હાલત એટલા બધા ખરાબ થઈ ગયા હતા કે તેમના ઘર મા ક્યા ટાઇમે જમવાનું બનશે તે પણ નક્કિ નહતું મિત્રો તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે અમે ઘર મા એક ટાઈમ ના જમવા માટે પણ અમારે રાહ જોવી પડતી હતી ત્યારે મેં 13 વર્ષ ની ઉમરે કામ કરવાનુ ચાલુ કર્યુ હતુ તેમણે કહયુ કે હુ 8 કિલોમીટર ચાલી ને દિવાલો ઉપર સિનેમા ના પોસ્ટર પેઇન્ટ કરવા જતો હતો.

જેના મને 35 રુપિયા મહિનાના તેમજ એક ટાઇમ જમવાનું મળતુ હતુ.પરંતુ મિત્રો તેમણે આટલી કઠિન પરીસ્થિતી મા તેમનો અભિનય પ્રત્યે નો લગાવ ઓછો ના કર્યો અને નાટકો મા ભાગ લેવાનુ ચાલુ જ રાખ્યુ અને તેમના આ લગાવ થી તેમને વિજય મેહતા ના ડાયરેક્શન મા કામ કર્યુ તે સમયે તેમના કામ ને ખુબજ વખાણવામા આવ્યુ.

ત્યારબાદ તેમને મુજ્જ્ફર અલી નામ ના ડાયરેકટર હેઠળ તેમને તેમની પેહલી ફિલ્મ મળી જેનુ નામ હતુ ગમન તેમણે આ ફિલ્મમા એક સહાયક અભિનેતા તરિકે કામ કર્યુ.પરંતુ આ ફિલ્મ બહુ વધારે ચાલી નહી પરંતુ નાના પાટેકર એ તેમના અભિનય ની છાપ જરુર છોડી હતી અને ત્યાર બાદ 1984 મા આવેલી ફિલ્મ આજ કી આવાજ થી નાના પાટેકર ને હિન્દી ફિલ્મ જગત મા નામ મળ્યું અને ત્યાર બાદ નાના એ અંકુશ, પૃતિઘાત,મોહરે,યશવંત,ક્રાંતિવીર,અબ તક છપ્પન,તિરંગા,વેલકમ,તેમજ રાજનીતિ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે.

 

નાના પાટેકર ને તેમની ફિલ્મો માટે ઘણા બધા પુરુસ્કાર પણ મળેલા છે જેમ કે પરિન્દા,ક્રાંતિવીર,અને અગ્નિસાક્ષી માટે તેમને નેશનલ ફિલ્મ ઍવોર્ડ પણ મળેલ છે આ સિવાય તેમને 4 વાર ફિલ્મ ફૅઇર ઍવોર્ડ અને 2 વાર સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ મળેલ છે આ સિવાય મિત્રો ફિલ્મો તેમના ખુબ જ સારા અભિનય માટે 26 જાન્યુઆરી 2003 મા તેમને ભારત ના ચૌથા સર્વશ્રેષ્ઠ નાગરિક તરિકે નો”પદ્મશ્રી”પુરુસ્કાર પણ મળેલ છે.

નાના પાટેકર ગરીબ ખેડુતો ને હમેશા મદદ કરતા આયા છે ગરીબ ખેડુતો ને મદદ કરવામાટે તેમને તેમના મિત્ર મકરંદ અનસાપુરે સાથે મળીને એક”નામ ફાઉન્ડેશન”નામની સંસ્થા પણ ચાલુ કરી છે જે ગરીબ ખેડુતો ને મદદ કરે છે મિત્રો તમને એક વાત નથી ખબર કે નાના પાટેકર એક ચિત્રકાર પણ છે મિત્રો 1991 મા આવેલી તેમની ફિલ્મ પ્રહાર નુ નિર્દેશન પણ કર્યુ છે જેમા અભિનેતા તરીકે તેમણે પોતેજ કામ કર્યુ છે જયારે તેમા અભિનેત્રી તરિકે માધુરી દિક્ષિતે કામ કર્યુ હતુ

Leave a Comment