પરિણીતી યુવતીની વ્યથા: મારા પતિના અનેક યુવતીઓ સાથે આડા સંબંધો છે, ચેઇન સ્મોકર પતિ મારી અને દીકરા ની પરવા કર્યા વગર જતા રહ્યા કુવૈત…

દરેક યુવતી લગ્ન પહેલા સાંસારિક જીવનના સોનેરી સપના જુવે છે. એ જ રીતે કૃપાએ ( નામ બદલામાં આવ્યું છે. ) પણ લગ્નજીવનના સપના જોયા હતા પરંતુ,પતિ સહિત સાસરિયાઓ એના સપના ચકનાચૂર કરી નાખ્યા.

સાસરિયાઓ અને પતિના અમાનુષી અત્યાચાર થી ત્રસ્ત વડોદરાની પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.,

દસ વર્ષ પહેલા આ યુવતીના લગ્ન ભરૂચના યુવાન સાથે થયા હતા. યુવતી દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, મારા પતિના અનેક યુવતીઓ સાથે આડા સંબંધો હતા.

ચેઇન સ્મોકર પતિ મારી અને દીકરા ની પરવા કર્યા વગર કુવૈત જતા રહ્યા હતા. કૃપા ના લગ્ન 2012માં ભરૂચના ભોલાવ ગામે રહેતા હાર્દિક વૈદ્ય સાથે થયા હતા.

દીકરીનું લગ્નજીવન સુખી બની રહે એ હેતુથી કૃપા ના પરિવારે મોપેડ, ઘરવખરીનો સામાન, સોના-ચાંદીના દાગીના પોતાની યથાશક્તિ પ્રમાણે આપ્યા હતા.

પણ લગ્નના બાર દિવસ બાદ કવિતાના હાથમાં પતિ હાર્દિક નો મોબાઈલ ફોન આવ્યો લ. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધો હોવાની માહિતી મળતા કૃપા આશ્ચર્ય પામી ગઈ હતી.

એ સમયે પતિ સાથે સામાન્ય ઝઘડો અને બોલચાલ થઈ હતી. ત્યારબાદ કૃપાને ધમકી આપતા પતિએ જણાવ્યું હતું કે, હવે પછી મારો મોબાઇલ જોઈશ તો, તારા હાથ-પગ ભાંગી નાખીશ. પતિનું આવું સ્વરૂપ જોઈને કૃપા ચોંકી ગઈ હતી.

પત્ની અને દીકરાને મૂકીને કુવૈત જતો રહ્યો- પોતાનોઘર સંસાર બગડે નહીં, એના કારણે કૃપા પતિ ના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને ભૂલી ગઈ હતી. અને સાંસારિક જીવનની શરૂઆત કરી હતી.

એ પછી બે વર્ષ બાદ કૃપા એ દીકરાને જન્મ આપ્યો હતો પરંતુ પતિ હાર્દિક દીકરાની અને પત્નીની ચિંતા કર્યા વગર કુવેત જતો રહ્યો હતો. હાર્દિકના ગયા બાદ કૃપા ને તેના સાસરી પક્ષ વાળાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

જ્યારે પણ કૃપા ના માતા -પિતા ખબર અંતર પૂછવા માટે ફોન કરતા. ત્યારે એના સાસુ અને નણંદ એ લોકોને મહેણા – ટોણા સંભળાવતા. ઉપરાંત માતા-પિતાને ફોન ન કરવા માટે કૃપાને દબાણ કરતા હતા.

ત્યારબાદ કૃપા એ પોતાના પતિને ફોન કરીને દીકરાને અને મને પણ સાથે લઈ જાઓ એમ જણાવ્યું હતું.

ત્યારે જવાબમાં પતિએ કહ્યું હતું કે, તારા પપ્પા પાસેથી પૈસાની સગવડ કરી ને તું કુવૈત આવી જા. મારી પાસે પૈસા નથી. ત્યારબાદ પોતાના સાસુ-સસરા ના ત્રાસમાંથી છોડાવવા માટે કૃપા પોતાના પપ્પા પાસેથી પૈસાની સગવડ કરી ને પોતાના પતિ પાસે કુવૈત જતી રહી હતી.

જોકે ત્યાં ગયા પછી પણ કૃપાના જીવનમાં શાંતિ અને સુખ રહ્યું નહોતું. ત્યાં એના પતિ દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ રહ્યું.

અનેક યુવતીઓ સાથે હતા સંબંધ – પતિ પાસે ગયેલી કૃપા ને જાણ થઈ હતી કે પતિના કોઈ એક યુવતી સાથે નહીં પરંતુ, અનેક યુવતીઓ સાથે આડા સંબંધ છે. ત્યારે એને જાણ થઈ હતી કે પતિ એક ચેઇન – સ્મોકર છે.

એ સમયે કૃપા પોતાના પતિ સાથે ભરૂચ પાછી આવી ગઈ હતી. ત્યારબાદ સાસુ, સસરા અને નણંદને કૃપાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે કૃપા પોતાના દીકરા સાથે પિયર ચાલી ગઇ હતી.

સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી – પોતાના પિયરમાં ચાલી ગયા બાદ પતિ દ્વારા પરત ન બોલાવતા આખરે કૃપાએ પોલીસ મથકમાં પતિ સાસુ સસરા નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment