ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું પ્લાસ્ટિક રિવર્સ મશીન પ્રદૂષણ અટકાવા, આની સામે તમને અમુક કૂપન પણ મળશે જાણો કઈ રીતે…

આપણી દુનિયામાં સૌથી વધુ જો કોઈ વસ્તુ પ્રદૂષણ કરતી હોય તો એ છે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક એ ફક્ત જમીન અને આપણી આસપાસ જ પ્રદૂષણ કરે છે એવું નથી. આપણાં દરિયાઓ અને નદીમાં પણ સૌથી વધુ પ્રદૂષણ આ પ્લાસ્ટિકને લીધે જ થાય છે. તમે ઘણા કિસ્સા સાંભળ્યા અને વાંચ્યા હશે જેમાં ઘણીવાર કોઈ ગાયના પેટમાંથી ઢગલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હોય છે.

 

તો ઘણીવાર દરિયામાં અનેક કાચબા અને બીજા દરિયાઈજીવો આ પ્લાસ્ટિકના લીધે પોતાનો જીવ ગુમાવતાં હોય છે. આવું ઘણું આપણને જોવા અને સાંભળવા મળે છે. ઘણા લોકો ઘણીરીતે પ્રદૂષણ ઓછું કરવા માટે ઘણા પ્રયત્ન પણ કરતાં હોય છે. આવો જ એક પ્રયત્ન હમણાં આપણાં ગાંધીનગરમાં કરવામાં આવ્યો છે. આજે અમે તમને એ વિષે ખાસ વાતો જણાવી રહ્યા છે.

 

વાત એમ છે કે લોકોને પ્લાસ્ટિક ક્યાંય પણ ફેંકતા બંધ કરવા અને પ્રદૂષણ અટકાવવા માટે એક અનોખી પહેલ ગાંધીનગરમાં કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ખાતે પ્લાસ્ટિક બોટલ અને બીજી પ્લાસ્ટિક વસ્તુઓને જમા કરાવવા માંતેનું મશીન મૂકવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મશીન હમણાં ગાંધીનગરમાં બે જગ્યાએ જ મૂકવામાં આવ્યું છે.

 

આ ફક્ત ટ્રાયલ રૂપે જ શરૂ કર્યું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ગાંધીનગરમાં ઘણી જગ્યાએ આ મશીન સેટ કરવામાં આવશે. આ મશીનમાં તમે ખાલી પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક ચમચી, ડિશ અને બીજું ઘણી બધી રીતે પ્લાસ્ટિક નાખી શકશો. એવું નથી કે આ પ્લાસ્ટિક તેમાં જમા કરાવીને તમારે ફક્ત સેવા જ કરવાની છે. પણ આની સામે તમને અમુક કૂપન પણ મળશે. તમને જણાવી દઈએ કે આ કૂપન એ હમણાં સ્વીગી, ઝોમેટો અને બીજી અમુક બ્રાન્ડની રહેશે પછી સમય જતાં તેમાં ઘણી લોકલ બ્રાન્ડની કૂપનનો પણ વધારો કરવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મણિનગર રેલવેસ્ટેશન પર પણ આવું એક મશીન મૂકવામાં આવ્યું હતું. જો કે હજી પણ એ મશીન લગભગ છે જ. તમે પણ એકવાર ત્યાં જઈને જોઈ શકો છો. જો આમ કરવાથી પણ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થતાં હોય તો તેનાથી વધુ સારું બીજું કશું જ નથી. તમે પણ કોઈપણ પ્લાસ્ટિક ક્યાંય પણ નાખશો નહીં તેને ભેગો કરો અને પછી આવીરીતે તમે પણ મશીનમાં જમા કરાવી દેજો. પર્યાવરણની રક્ષા માટે આપણે જ કશું કરવું પડશે. સહકાર આપવા માટે આ માહિતી અનેક લોકો સુધી પહોંચે એવું કરજો શેર જરૂર કરજો.ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું પ્લાસ્ટિક રિવર્સ મશીન, મળશે સ્વીગી ઝોમેટો કૂપન, જાણો કેવીરીતે વાપરી શકશો.

Leave a Comment