ગુજરાતમાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે તેમજ દિવસને દિવસે ખેડૂતો દ્વારા અવનવી ટેકનોલોજી ની મદદ થી સારી એવી ખેતી કરવામાં આવે છે.અને ખેડૂતો બાગાયતી ખેતી તરફ વધુ દ્વારા છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા એક નાનકડા ગામમાં એક ખેડૂતે ખેતીમાં કંઈક અલગ કરવાનો વિચાર કર્યો ત્યારબાદ તેણે તાઇવાન પપૈયાની ખેતી કરી ખૂબ જ સફળ બન્યો છે.
આ પપૈયાની ખેતી કુલ ચાર એકરમાં કરવામાં આવી હતી. તેમજ શૈલેષભાઈ ચૌધરીને આ ખેતી કરવા માટે અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો પરંતુ તેમને 15 લાખથી વધુ રૂપિયા આ ખેતી દ્વારા મળ્યા છે. આ ખેતી ૧૮ મહિનાની હોય છે તેમાં તમારે એક વાર જ ખર્ચો કરવો પડતો હોય છે.
ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે: ભારત એ ખેતીપ્રધાન દેશ કહેવામાં આવે છે અને ખેડૂતો હવે બાગાયતી ખેતી બાજુવાળા છે. શૈલેષભાઈ તેમના મિત્રના ખેતરમાં તાઇવાન પપૈયાની ખેતી જોઇ તેમને પોતાના ખેતરમાં પપૈયા ઉપાડવાનું નક્કી કર્યું હતું તેમજ ચાર એકર જમીનમાં તેમને 4500 પપૈયા ના રોપ લગાવીને ખેતીને એક નવી શરૂઆત કરી હતી આ કરવા માટે તેમને કુલ અઢી લાખ જેટલો ખર્ચો થયો હતો.
આ ખેતી 16 થી 18 મહિનાની હોય છે: શૈલેષભાઈ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે શૈલેષભાઇ ને આ ખેતી કરતાં ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડ્યો હતો પરંતુ માર્કેટમાં પપૈયાના સારા ભાવ ચાલી રહ્યા હોવાથી તેમણે ૧૫ લાખ રૂપિયાની સારી એવી આવક થઇ છે. અને આ પપૈયા 16થી 18 મહિનાના જેટલો સમય લેતા હોય છે.
તાઇવાન પપૈયાની માટે વધુ પાણીની જરૂરિયાત પડતી હોય છે: શૈલેષભાઈ ખૂબ જ નાની ઉંમરના છે અને તેમણે ખેતી વિશે વધુ અનુભવ નથી પરંતુ તે કંઈક અલગ કરવા ઇચ્છતા હતા. તેમને બીજી ખેતીમાં સારી એવી આવક મળતી ન હતી. ત્યારબાદ તેમની તાઇવાન પપૈયાની ખેતી કરવાનો વિચાર કર્યો અને તેમની બીજા પાક કરતાં તાઇવાન પપૈયામાં સારા ભાવ મળી રહ્યા છે.
ઓછા ખર્ચે વધુ નફો: આ ખેતી કરવા માટે શૈલેષભાઇ ને ખૂબ જ ઓછા ખર્ચો થયો છે. તેમજ આ ખેતી કરવા માટે તેમણે અઢી લાખ રૂપિયા થયો છે પરંતુ તેમને 15 લાખ રૂપિયા જેટલો નફો થયો છે તેમજ શૈલેષભાઈ સાથે વાતચીત કરતાં માહિતી મળી કે પપૈયામાં થોડો વાયરસ આવવાના કારણે ફક્ત ૧૫ લાખ રૂપિયાના થયા જો વાયરસ ન આવ્યો હોત તો આ પપૈયા 20 લાખ રૂપિયા સુધી થઈ જાત.