પાકિસ્તાની સેનાનો દાવો : પાકિસ્તાનના પંજાબમાં ભારતે મિસાઈલથી એટેક કર્યો ; જાણો પાકિસ્તાન એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું…

પાકિસ્તાની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેણે ભારત તરફથી કથિત રીતે તેના એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી કાઢી છે જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી.

 

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, ‘9 માર્ચે સાંજે 6.43 કલાકે એક હાઈ-સ્પીડ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને રસ્તો ગુમાવીને પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગઈ. તેના પડવાના કારણે નાગરિક વિસ્તારોને થોડું નુકસાન થયું હતું, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું ન હતું. ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

 

મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી. તેને સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

 

આની જાણ થતાં જ પાકિસ્તાન એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. “મિસાઈલની ઉડાનથી પાકિસ્તાન અને ભારતમાં નાગરિકો જોખમમાં મૂકાઈ ગયા,” તેમણે કહ્યું. ભારતે જણાવવું જોઈએ કે તેનું કારણ શું છે. તે મોટી ઉડ્ડયન દુર્ઘટના બની શકે છે. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે તેને ગોળી મારી ન હતી, પરંતુ તે પોતે જ પડી હતી. તે 40,000 ફૂટની ઊંચાઈ પરથી પસાર થઈ રહી હતી.

Leave a Comment