પાકિસ્તાનમાં પણ હવે શ્રીલંકા જેવી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે. પાકિસ્તાનમાં વીજળી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. સોમવારએ પાકિસ્તાનના ઘર અને મીલ કારખાનામાં આપવામાં આવતી વીજળીના સપ્લાયમાં અટકાયત કરવામાં આવી છે. વાત એમ છે વિદેશી મુદ્રાઓની તંગીનો હમણાં પાકિસ્તાન સામનો કરી રહ્યો છે. પાકિસ્તાન પાસે હમણાં વિદેશથી કોલસો કે નેચરલ ગેસ ખરીદવા માટે જોઈતા પૈસા નથી. તેના લીધે તેમના ઘણા પાવર પ્લાન્ટ્સમાં વીજળી ઉત્પન્ન થઈ રહી નથી.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અંતરરાષ્ટ્રીય સ્તર પર નેચરલ ગેસ અને કોલસાના ભાવ છેલ્લા મહિનાથી વધી ગયા છે. આ વધારાને લીધે પાકિસ્તાન માટે ફ્યુલ ખરીદવું એ મુશ્કેલ બની ગયું છે. પાકિસ્તાનને એનર્જી એ છેલ્લા 9 મહિનામાં વધીને ડબલ થઈ છે જે હવે 15 અરબ ડોલર થઈ ગઈ છે અને હવે તેમની પાસે વધારે ઓર્ડર આપવા માટે પૈસા નથી રહ્યા.
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે મિફતાહ ઈસ્માઈલને દેશના નવા નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. મિફતાહે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 13 એપ્રિલના રોજ, લગભગ 3,500 મેગાવોટની ક્ષમતાવાળા પાવર જનરેટિંગ સ્ટેશનો ઇંધણની અછતને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે લગભગ સમાન ક્ષમતાના પ્લાન્ટ પણ ટેકનિકલ સમસ્યાઓના કારણે બંધ થઈ ગયા છે. આ લગભગ 7,00 મેગાવોટ વીજળી છે, જે પાકિસ્તાનની કુલ ઉત્પાદન ક્ષમતાના 20 ટકા છે.
શાહબાજ શરીફ સત્તા પર આવ્યા પછી અત્યાર સુધી એનર્જી મિનિસ્ટર સિલેકટ કરી શક્યા નથી અને આ વીજળીના સંકટને પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીએ તેમના માટે જટિલ સમસ્યા થઈ ગઈ છે. શાહબાજ શરીફ એ ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા છે. લાંબા સમયની ઉથલપાથલ પછી ઈમરાન ખાનને ગયા અઠવાડિયે જ સાંસદએ અવિશ્વસનીય પ્રસ્તાવ પસાર કર્યો અને તેમને હટાવી દીધા.
પાકિસ્તાનને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાય કરતી કંપનીએ ફંડ ન મળવાને કારણે તેના છેલ્લા મહિનાના કેટલાંક શિપમેન્ટની ડિલિવરી રદ કરી દીધી હતી. પાકિસ્તાન કુવૈત ઇન્વેસ્ટમેન્ટ કંપનીના રિસર્ચ હેડ સમીઉલ્લાહ તારિકે જણાવ્યું હતું કે, “નજીકના ભવિષ્યમાં વૈશ્વિક સમીકરણો બદલાય તેવી અપેક્ષા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની સ્થિતિમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.”