એક સપ્તાહમાં પાંચમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે એક સપ્તાહમાં પાંચમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
4 મહિના બાદ તેલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પહેલીવાર 22 માર્ચ એટલે કે મંગળવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે ફરીથી ભાવમાં 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે રવિવારે પેટ્રોલ 50 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 55 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 3.70 રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50-55 પૈસાનો વધારો કર્યા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.11 પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સાથે જ ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયા બાદ ડીઝલની કિંમત 90.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલની નવીનતમ કિંમત 113.81 રૂપિયા અને ડીઝલની કિંમત 98.05 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તેલની કિંમતમાં 3.70 રૂપિયાનો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી રુસો-યુક્રેન યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી આ વધારો આ રીતે ચાલુ રહેશે. આવી સ્થિતિમાં લોકોએ વધુ મોંઘવારી માટે તૈયાર રહેવું પડી શકે છે.
ઓઈલ કંપનીઓએ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો, જેના કારણે તેમને 19,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.