આજથી રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર લેવું અથવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું પડશે, જાણો તમારા ખિસ્સા પર પડશે સમગ્ર અસર…

આજથી રેસ્ટોરન્ટમાં લંચ કે ડિનર લેવું અથવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ શકે છે. તેનું કારણ એ છે કે તેલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.

આના એક દિવસ પહેલા જ સોમવારે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. આ રીતે માર્ચ મહિનાની શરૂઆત મોંઘવારી સંબંધિત બે સમાચાર સાથે થઈ છે.

હવે રાષ્ટ્રીય રાજધાનીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2,012 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,907 રૂપિયા હતી.

આ સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ પાંચ કિલોના નાના સિલિન્ડરની કિંમતમાં 27 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જેના કારણે દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમત વધીને 569.5 રૂપિયા થઈ ગઈ છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2095 રૂપિયા થઈ ગઈ છે. ગયા મહિને શહેરમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,987 રૂપિયા હતી. માયાનગરી મુંબઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1963 રૂપિયા થશે.

દર મહિનાની શરૂઆતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. 1 ફેબ્રુઆરીએ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 91.50નો ઘટાડો કર્યો હતો.

જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરના ઉછાળાને કારણે કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. દેશભરમાં મંગળવારથી અમૂલ દૂધના ભાવવધારાના પેકેટ પ્રતિ લિટર બે રૂપિયા સુધી મોંઘા થયા છે

Leave a Comment