૬૧ વર્ષના યુવકે પોતાના ઘરેથી ઓફિસ જવા માટે ઈલેક્ટ્રીક કાર બનાવી, પાંચ રૂપિયા માં 60 કિલોમીટર જેટલું અંતર કાપે…

ઈલેક્ટ્રીક કાર નો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ જ વધી ગયો છે. જો તેની કિંમત ની વાત કરવામાં આવે તો ભારતમાં લગભગ ૧૨ લાખ રૂપિયામાં ઈલેક્ટ્રીક ગાડી મળે છે. મધ્યમ વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ છે. આ વાતથી હેરાન થઈને એક ભાઈઓ જાતે જ કાર બનાવી લીધી જે પાંચ રૂપિયા માં 60 કિલોમીટર જેટલું અંતર કાપી શકે. આ વાત સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે. કેરળમાં રહેતા ૬૧ વર્ષના યુવકે પોતાના ઘરેથી ઓફિસ જવા માટે ઈલેક્ટ્રીક કાર બનાવવા માટે વિચાર્યું હતું. જે તેમના ઘર અને ઓફિસ વચ્ચે 30 કિલોમીટરનું અંતર છે .

તે પોતાના ઓફિસે જવા માટે ઈલેક્ટ્રીક સ્કૂટર નો ઉપયોગ કરતા પરંતુ તેમને ઇલેક્ટ્રિક કાર બનાવવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી. ઈલેક્ટ્રીક કારમાં તેમને તડકા અને વરસાદથી પૂરેપૂરું રક્ષણ મળી શકે, પરંતુ તેમના જોડે વધુ પૈસા ન હતા તે માટે તેમણે ઘરે જ બનાવવાનો નિર્ણય લીધો હતો.

 

ત્યારબાદ તેમને ભંગાર માં રહેલા કેટલાક સ્પેરપાર્ટ ખરીદ્યા તો કેટલાક વર્કશોપમાં થી બેટરી મોટર અને વાયરીંગ મને લગતા સાધનો લીધા. થોડા સમય મહેનત કર્યા બાદ તેમને આ કાર બનાવવામાં ખૂબ જ સફળતા મળી હતી. આ કારમાં બે લોકો આરામથી બેસી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.

તેમજ lockdown બાદ આ વ્યક્તિએ પોતાના કામમાં રહેલી બેટરી અપડેટ કરાવી હતી. ત્યારબાદ આ કાર 60 કિલોમીટરનું અંતર કાપે છે. અને સારી એવી સ્પીડમાં આ ગાડી ચાલે છે પ્રતિ દિવસ તમને પાંચ રૂપિયાનો ખર્ચો આવે છે.

Leave a Comment