લગ્નને અમાન્ય કહેવામાં આવ્યું, શું અભિનેત્રી નુસરત જહાં સિંગલ મધર છે?

પ્રખ્યાત બંગાળી અભિનેત્રી નુસરત જહાં માતા બની છે. 26 ઓગસ્ટ ના રોજ અભિનેત્રીએ નાના રાજકુમાર ને જન્મ આપ્યો. માતા બનવા પર નુસરત જહાં ને સોશિયલ મીડિયા પર ઘણા અભિનંદન મળી રહ્યા છે.પરંતુ આ દરમિયાન બધાના મનમાં એક સવાલ જરૂર ઉદ્ભવતો હશે. એટલે કે શું નુસરત જહાં એક્લી માતા છે, તે તેના પતિ નીખીલ જૈનથી અલગ થઇ ગઈ છે?

બધા જાણે જ છે કે નુસરત જહાંએ ઉદ્યોગપતિ નીખીલ જૈન સાથેના તેના લગ્નને અમાન્ય જાહેર કર્યા છે. નીખીલ જૈન અને નુસરત આ લગ્ન થી અલગ થઇ ગયા છે.નીખીલે નુસરતની પ્રેગનેન્સી ની માહિતી ની જાહેર કરી હતી. નીખીલ અને નુસરતે એકબીજા પર ઘણા આરોપો લગાવ્યા હતા.

આ દરમિયાન, નુસરત જહાંના બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે અફેર હોવાના સમાચાર પણ તીવ્ર ફેલાય રહ્યા હતા. નીખીલે પોતાના નીવેદનમાં ઈશારામાં યશ ગુપ્તાને તેના લગ્ન તુટવા માટે જવાબદાર ગણાવ્યા હતા.નીખીલે યશ અને નુસરત નું અફેર હોવાના પણ સંકેત આપ્યા હતા.

નીખીલ જૈને જણાવ્યું કે ઓગસ્ટ  ૨૦૨૦ માં એક ફિલ્મના શુટિંગ દરમિયાન નુસરતનું વલણ બદલવા લાગ્યું. આ દરમિયાન યશ દાસગુપ્તા સાથે નુસરતની ફિલ્મ રીલીઝ થઇ. જેનું નામ – ‘એસઓએસ કોલકાતા’. ત્યારબાદ નુસરત અને યશની ઘણી તસ્વીરો વાયરલ થઇ હતી. બંનેએ સાથે મળીને ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

નુસરત અને યશ દાસગુપ્તા એ ત્યારે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ત્યારે બનેની નિકટતા સ્પષ્ટ જોવા મળી હતી. નુસરત અને યશે ક્યારેય તેમના સંબંધોને પુષ્ટિ નોતી કરી. અને ડીલીવરી સમયે યશ નુસરત ને લઇ ને હોસ્પિટલ લઇ ગયો હતો. અને યશે નુસરત ની ડીલિવરી પછી તેના બાળકના હેલ્થ ની અપડેટ આપી છે.

નીખીલથી અલગ થયા બાદ નુસરતે આ લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. નુસરતે કહ્યું કે વિદેશી જમીન પર હોવાથી, તુર્કી ના લગ્ન ના નિયમ મુજબ, લગ્ન અમાન્ય છે કારણકે તે બે અલગ અલગ ધર્મોના લોકો વચ્ચેના લગ્ન હતા. એટલા માટે તેને ભારતમાં વૈધાનીક માન્યતા આપવાની જરૂર હતી પરંતુ તે થયું નહી. આ લગ્ન કાયદેસર રીતે માન્ય નથી. પરંતુ તે એક રિલેશનશિપ અથવા લીવ-ઇન રિલેશનશિપ છે.તેથી છુટાછેડા નો સવાલ જ નથી થતો.

નુસરતના આરોપનો જવાબ આપતા નીખીલે કહ્યું કે જયારે અમે સાથે રહેતા હતા ત્યારે મેં તેને ઘણીવાર લગ્ન ની નોધણી કરાવવાનું કહ્યું, પરંતુ તેણે સતત મારી રીક્વેસ્ટ ને ઇગ્નોર કરી. 5 નવેમ્બર 2020 ના રોજ, નુસરત તેના સમાન સાથે તેના પર્સનલ ફ્લેટ માં શિફ્ટ થઇ ગઈ.ત્યારથી અમે સાથે નથી રહ્યા.તે પોતાની બધી વસ્તુઓ પેપર, ડોકયુંમેન્ટ પોતાની સાથે લઇ ગઈ હતી.

જયારે નુસરતે લગ્નને અમાન્ય ગણાવ્યા હતા, ત્યારે નીખીલે કહ્યું કે તે લગ્નને કાનૂની માને છે. લગ્નને લઇ ને નીખીલે નુસરત પર ઘણા સવાલ ઉઠાવ્યા હતા. બંને વચ્ચે ના સબંધો ઘણો જટિલ સાબિત થયો.લગ્નની મજાક ઉડાવવા બદલ નુસરતને લોકોએ ટ્રોલ પણ કરી હતી.

નુસરત અને નીખીલ જૈનનું ટર્કી ના બોડરમ માં ડેસ્ટીનેશન લગ્ન થયા હતા. ૨૦૧૮ માં બંને રિલેશનશિપમાં આવ્યા. ૧ વર્ષની અંદર બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ૧૯ જુન ૨૦૧૯ ના રોજ, તેઓએ ટર્કી ના બોડરમમાં આલીશાન લગ્ન કાર્ય હતા.

લગ્ન પછી નીખીલ અને નુસરતે એકસાથે ઘણી તસ્વીરો શેર કરી હતી.  ફોટોમાં તે રોમેન્ટિક દેખાતા હતા. બંનેના સબંધો ઘણા કપલને ગોલ્સ આપતા હતા. પરંતુ આ લગ્ન ટૂંક સમયમાં જ તૂટી ગયા. નુસરતે હવે નવું જીવન શરુ કર્યું. અત્યારે તે માતૃત્વ માણી રહી છે.

Leave a Comment