શું તમે મને કાર્ટુન બનાવતા આવડે છે તમારો કોઈ વિડીયો અથવા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલો કોઈ ખાસ મેસેજ છે. તો જાણી લો કે હવે તમે પોતાની ડિજિટલ એસેટ બનાવી શકો છો.
કોઈ અન્ય વ્યક્તિ તમારી 8 અ ની નકલ પણ કરી શકતું નથી અને તમે ઓનલાઇન એને વેચી શકો છો અને જો આગળ એ ફરી વેચાઈ તો તમને એની રોયલ્ટી પણ મળશે.
આ રીત અપનાવીને અમિતાભ બચ્ચન જેવા સુપર સ્ટાર પણ હાલના દિવસોમાં કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે મહત્વની અને મજેદાર વાત એ છે કે આ બધું ડિજિટલ વર્લ્ડમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા થશે. આવી ડિજિટલ એસેટને NFT એટલે કે નોન ફંજિબલ ટોકન કહેવામાં આવે છે.
હાલના દિવસોમાં ડિજિટલ દુનિયામાં ક્રિપ્ટોકરન્સીની જેમ NFT પણ ધૂમ મચાવી રહ્યું છે. સામાન્ય માનવીથી લઈને ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સી પણ NFTનું ખરીદ-વેચાણ કરી રહ્યા છે.
ડોર્સી પોતાના પ્રથમ ટ્વીટને ડિજિટલ એસેટ બનાવીને 17 કરોડમાં એની હરાજી કરી ચૂક્યા છે.
તો આવો આજે અમે પણ NFT સાથે સંકળાયેલા 5 જરૂરી સવાલોના જવાબ તમને જણાવીએ….
1. આખરે નોન ફંજિબલ ટોકન ( NFT ) શું છે ?
NFT એટલે કે નોન ફંજિબલ ટોકનને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે, ફંજિબલ એસેટ શું હોય છે?
ફંજિબલ એસેટને આપણે બે ઉદાહરણ દ્વારા સમજી શકીએ છે.
પ્રથમ- 100 રૂપિયાની નોટ અને બીજું-કોઈ ક્રિપ્ટોકરન્સી. એમાં પ્રથમ ફિઝિકલ એસેટ છે. જ્યારે બીજી ડિજિટલ એસેટ, પરંતુ આ બંનેની તેના જેવી અન્ય એસેટ સાથે અદલાબદલી પણ કરી શકાય છે.
એટલે કે 100 રૂપિયાની એક નોટને 100 રૂપિયાની જ બીજી નોટ સાથે બદલી શકાય છે. આ જ રીતે બિટકોઈન જેવી ડિજિટલ કરન્સીને એ જ મૂલ્યના બીજા બિટકોઈન સાથે બદલી શકાય છે.
એનાથી બરાબર ઊલટું NFT એટલે કે નોન ફંજિબલ ટોકન એવી ડિજિટલ એસેટ છે, જેની લેવડદેવડ તો બ્લોકચેઈન ટેકનોલોજી દ્વારા બનાવાયેલી બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી દ્વારા કરી શકાય છે, પણ તેની ફિઝિકલ લેવડદેવડ થઈ શકતી નથી.
હકીકતમાં તો દુનિયાના આર્ટ પીસ, ઈન-ગેમ, વીડિયો, મ્યુઝિક જેવી વસ્તુઓને ડિજિટલ દુનિયામાં નોન ફંજિબલ ટોકન એટલે કે NFT તરીકે રાખવામાં આવે છે.
તેમને બ્લોકચેઈન ટેકનોલોજી દ્વારા કોડિંગ કરીને ડિજિટલ દુનિયામાં રાખવામાં આવે છે. આ એ જ બ્લોકચેઈન ટેકનોલોજી છે, જેના દ્વારા કોડિંગ કરીને ક્રિપ્ટોકરન્સી બનાવવામાં આવે છે.
દરેક ક્રિપ્ટોકરન્સીની જેમ દરેક NFTનો પણ એક અલગ, ખાસ કોડ હોય છે, એટલે કે ડિજિટલ દુનિયામાં એવો કોડ અન્ય કોઈનો હોતો નથી.
2. NFT ક્રિપ્ટોકરન્સીથી કઈ રીતે અલગ પડે છે?
NFT નોન ફંજિબલ એસેટ છે અને ક્રિપ્ટોકરન્સી ફંજિબલ એસેટ.
NFTનું કોડિંગ બિટકોઈન કે એથરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી જેવું છે. બંનેનું કોડિંગ અલગ હોય છે, એટલે કે આના જેવી અન્ય કોઈ ડિજિટલ એસેટ હોતી નથી.
યુનિક કોડિંગને કારણે બંને એકદમ અનોખા હોય છે, પણ મહત્વની વાત એ છે કે, NFTને ક્રિપ્ટોકરન્સી દ્વારા જ ખરીદી કે વેચી શકાય છે.
3. NFT કેવી રીતે કામ કરે છે?
NFT પણ બ્લોકચેઈન ટેકનોલોજીથી બનેલું છે અને એ એક જાહેર ખાતાવહી છે, જે લેવડદેવડનો રેકોર્ડ રાખે છે. બ્લોકચેઈન ડિજિટલ જાણકારીને રેકોર્ડ અને ડિસ્ટ્રિબ્યુટ કરવાની અનુમતિ આપે છે.
બ્લોકચેઈન લેવડદેવડનો એક એવો રેકોર્ડ છે, જેને બદલી કે, હટાવી શકાતો નથી કે, ના તો તેને નષ્ટ કરી શકાય છે.
બ્લોકચેઈનને ડિસ્ટ્રિબ્યુટેડ લેસર ટેકનોલોજી એટલે કે DLT ત્રિકર પણ ઓળખવામાં આવે છે. બ્લોકચેઈન ટેકનોલોજીનો ક્રિપ્ટોકરન્સીની સાથે અન્ય કામોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને NFT જેવી ડિજિટલ એસેટની ખરીદી અને વેચાણમાં એથરિયમ બ્લોકચેઈન પર થાય છે.
NFT ડિજિટલ વર્લ્ડમાં મૂર્ત અને અમૂર્ત, એમ બંને વસ્તુઓને રિપ્રેઝન્ટ કરે છે, એમાં આર્ટ, GIF, વીડિયો, મ્યુઝિક, મેસેજ અને ટ્વીટ જેવી અનેક ચીજો સામેલ હોય છે.
એને એક ઉદાહરણ દ્વારા સમજીએ –
ગત વર્ષે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ પોતાના પ્રથમ ટ્વીટ ‘just setting up my twttr’ને NFT સ્વરૂપે વેચ્યું હતું.
માર્ચ 2006માં કરવામાં આવેલ આ પોસ્ટ ટ્વીટ ડિજિટલ ઈતિહાસનો એક મહત્ત્વનો ભાગ હોવાને કારણે 38 લાખ ડોલર એટલે કે લગભગ 17 કરોડ રૂપિયામાં વેચાયું.
4. એનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે?
બ્લોકચેઈન ટેકનોલોજી અને NFT આર્ટિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાની કીમતી ચીજોને મોનેટાઈઝ કરવા એટલે કે વેચવા માટે મોટો મંચ આપે છે. સ્પષ્ટ છે કે કોઈ આર્ટિસ્ટને હવે પોતાની આર્ટ વેચવા માટે ગેલરી કે હરાજી ઘરો પર નિર્ભર રહેવું પડશે નહીં.
આર્ટિસ્ટ તેને સીધા જ NFT સ્વરૂપે વેચી શકે છે. એનાથી તેમને વધુ ફાયદો પણ મળે છે.એટલું જ નહીં પરંતુ જો કોઈ આર્ટિસ્ટનું ક્રિએશન ક્યાંક બીજે વેચાય,
તો તેમને તેમના પર રોયલ્ટી પણ મળશે. આ વિશેષતા માત્ર NFTમાં જ છે. સામાન્ય રીતે કોઈ આર્ટિસ્ટને તેની આર્ટ પ્રથમવાર વેચાય ત્યારે જ પૈસા મળે છે.
5. કોઈપણ NFTને કેવી રીતે ખરીદી શકાય છે?
જો તમારે ખુદનું NFT કલેક્શન બનાવવું છે તો તમારી પાસે સૌપ્રથમ એક ડિજિટલ વોલેટ હોવું જોઈએ.
આ જ વોલેટ દ્વારા જ તમને NFT અને ક્રિપ્ટોકરન્સીને સ્ટોર કરવાની અનુમતિ મળે છે. વોલેટમાં ઈથર જેવી કોઈ ક્રિપ્ટોકરન્સી હોવી જોઈએ, જેના દ્વારા NFTને ખરીદી શકાય છે.
તમે Coinbase, Kraken, Robinhood now, PayPal, eToro જેવા પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈથર જેવી ક્રિપ્ટોકરન્સી ખરીદી શકો છો.
આ પ્લેટફોર્મ દરેક લેવડદેવડ પર થોડા પર્સન્ટ નો ચાર્જ લે છે. લેવડદેવડ કરતી વખતે એનું ધ્યાન જરૂરથી રાખવું.