નીરજ ચોપરા એ ટોક્યો ઓલમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને એક મોટો ઈતિહાસ રચ્યો છે . ભારત માટે આ ઈતિહાસ એક દાખલો છે. કારણકે આપણા દેશે પહેલી વાર ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ માં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. આજે આખા દેશમાં ઈન્ટરનેટ થી લઈને ટેલીવીઝન માં બધી જ જગ્યાએ નીરજની વાત થઇ રહી છે. આજે પૂરી દુનિયા નીરજ અને તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે ઉત્સુક છે.
ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પોતે પણ નીરજ ચોપરા વિશે જાણનારાઓની લાઈન માં ઉભા છે. સોમવારે એબીપી ન્યુઝના લાઇવ પ્રોગ્રામમાં કપિલ દેવએ 23 વર્ષ ના નીરજને તેના લગ્ન વિશે પૂછ્યા વગર રહી શક્યા નહિ.
આ પ્રોગ્રામ માં કપિલે નીરજને કહ્યું કે તે હવે લગ્ન વિશે શું વિચારે છે. આ સવાલનો જવાબ આપતા નીરજે કહ્યું કે અત્યારે મારું સમગ્ર ધ્યાન માત્ર સ્પોર્ટ્સ માં જ છે અને લગ્ન વિશે હજુ કઈ વિચાર્યું નથી.આ પ્રોગ્રામ માં કપિલ દેવ એન્કર ની ભૂમિકમાં હતા અને નીરજ ચોપરાને સવાલ કરતા હતા.
ટીવી પર કપિલ દેવે નીરજ ચોપરાને આ સવાલ કર્યા, પરંતુ દેશના લાખો લોકો તેના જીવનસાથી વિશે જાણવા માટે ઉત્સુક છે. ઈન્ટરવ્યુમાં કપિલે નીરજને પૂછ્યું કે ‘શું તેના પર લગ્ન માટે દબાણ છે?’ તો નીરજે જવાબ આપ્યો કે ‘ના અત્યારે મારું પૂરો ફોકસ ખેલ પર જ છે. આ બધી વસ્તુ તો ચાલતી રેશે.
પરંતુ અત્યારે હું માત્ર મારી રમત પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું. અને લવ અથવા અરેંજ મરેજ ના સવાલ પર નીરજે કહ્યું કે પરિવાર ના સભ્ય તેમની ઈચ્છા મુજબ લગ્ન કારવા માંગતા હોય તો પણ મને કોઈ સમસ્યા નથી અને માટે લવ મેરેજ કરવા હોય તો પણ કોઈ સમસ્યા નથી. નીરજે કહ્યું કે જો તેને કોઈ છોકરી ગમતી હશે તો તે તેના પરિવાર સાથે વાત કરશે અને પછી લગ્ન કરશે. જો કે અત્યારે તે પોતાની રમત પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
નીરજ ચોપરા એ જણાવ્યું કે બાળપણમાં તેનું વજન ખુબ વધારે હતું. એટલા માટે તેના પરિવારે તેને ફીટ રહેવા માટે એથલેટીક્સની ટ્રેનીગ લેવા મોકલ્યો હતો. નીરજે કહ્યું કે તેને આ વાતનો અંદાજ પણ ન હતો કે તે આટલો મોટો ચેમ્પિયન બનશે.
નીરજે જણાવ્યું કે બાળપણમાં જયારે તે કુર્તા અને પાયજામ પેહરીને ઘરની બહાર આવતો ત્યરે લોકો તેને સરપંચ કહેવા લાગતા હતા. અને વજન વધારે હોવાને કારણે તેની ફિટનેસ ઘણી ખરાબ હતી. અને બાળકો પણ તેની મજાક ઉડાવતા હતા.
નીરજે કહ્યું કે જયારે પહેલી વખત મને સ્ટેડિયમમાં મોકલવામાં આવ્યો ત્યારે આ રમત મારા પ્લાન નો હિસ્સો ન હતો. અને મને ખબર પણ ન હતી કે એક દિવસ હું દેશ માટે મેડલ મેળવવા માટે રમીશ. મારા પરિવાર કે ગામની કોઈ વ્યક્તી આ રમત સાથે પેહલા જોડાયેલી નથી. જોકે બધાએ આ રમત માટે મને સપોર્ટ કર્યો છે.
નીરજે કહ્યું કે તેના કાકા સુરેન્દ્ર કુમાર તેને વજન ઘટાડવા માટે સ્ટેડીયમ લઇ ગયા હતા. પરંતુ ધીરે ધીરે તેનો ટ્રેન્ડ આ રમત પર જવા લાગ્યો અને પછી તેને આ રમત રમવાનું ચાલુ કર્યું. ટોક્યો ઓલ્મ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો અને આ પહેલા નીરજે ઘણી નાની મોટી રમત માં ગોલ્ડ મેડલ જીત્યા છે.