નવરાત્રીમાં આ 6 વસ્તુ લાવો તમારા ઘરે, મહાલક્ષ્મી ની રહેશે કૃપા, અને મળશે લાભ

શારદીય નવરાત્રી 7 ઓક્ટોબર 2021, ગુરુવારથી ચાલુ થાય છે અને 15  ઓક્ટોબરને શુક્રવારે પૂરી થાય છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે બે તિથી એક સાથે હોવાથી નવરાત્રી આઠ જ દિવસ ની છે.

જોકે આ દિવસોમાં ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યોતિષી પ્રીતિકા મજુમદારે જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન આવી કેટલીક વસ્તુઓ છે, તેને ઘરે લાવવાથી માતા દેવીના આશીર્વાદ જ નથી મળતા, પરંતુ મહાલક્ષ્મીની કૃપા થાય છે અને પૈસાની કમી ક્યારેય રહેતી નથી.

1.તુલસીનો છોડ – મોટાભાગના હિંદુ પરિવારના ઘરમાં તુલસીનો છોડ હોય છે , પરંતુ જો તુલસીનો છોડ ન હોય તો, નવરાત્રીના દિવસો માં તેને ઘરે લાવો. તુલસીના છોડની સારી રીતે સંભાળ રાખો. અને તેની સામે ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની પણ ક્યારેય કમી થતી નથી.

3. બનાના પ્લાન્ટ – કેળાનો છોડ લાવવાથી તમારા પરિવારની દરેક સમસ્યાઓ દૂર થશે. કોઈ પણ શુભ સમયમાં આ છોડને ઘરે તમે ઘરે લાવી શકો છો. તેને એક કુંડામાં મુકીને 9 દિવસ સુધી પાણી આપો.ગુરુવાર ના દિવસે પાણીમાં થોડું દૂધ મિક્ષ કરીને કેળા ના છોડ પર ચડાવવાથી ધનની કમી થશે દુર અને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

3. હરસિંગાર પ્લાન્ટ – નવરાત્રી ના દિવસો માં જો તમે હરસિંગાર નો પ્લાન્ટ લાવો છો, તો તેનાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. હરસિંગાર ની પટ્ટીને તમે ઘરમાં લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખો, જ્યાં તમારા પૈસા રાખવામાં આવે છે. આવું કરવાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે.

4. વડના પાન – નવરાત્રિ માં, કોઈપણ દિવસે એક વડનું પાન તોડીને ગંગાના પાણીથી ધોઈ લો. આ પછી, તેના પર હળદર અને દેશી ઘી સાથે સ્વસ્તિક બનાવો. આ પાનને પૂજાના સ્થળ પર રાખો. 9 દિવસ સુધી ધૂપ અને પૂજા કરો. એવું કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દુર થઇ જશે. તેને લાલ કપડામાં લપેટીને એક વર્ષ સુધી પૂજા સ્થળ પર રાખવાથી ક્યારેય ધનની અછત નહીં થાય.

5. ધતુરા નું મૂળ – ભગવાન શિવ નો અતિપ્રિય ધતુરાનો ઉપયોગ માં કાલીની પૂજામાં પણ થાય છે. નવરાત્રી ના દિવસો માં ધતુરાનું મૂળ તમારે શુભ મુહુર્ત માં ઘરે લાવવું જોઈએ. તેને લાલ કપડામાં લપેટી રાખો. માં કાલીના મંત્રોનો જાપ કરતા તેની પૂજા કરો. આમ કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે.

6. શંખપુષ્પી નું મૂળ – નવરાત્રિના દિવસોમાં ઘરમાં શંખપુષ્પીનું મૂળ લાવો. તેને ચાંદીના બોક્સમાં મુકીને આ સ્થાન પર રાખવાનું છે, જ્યાં તમે તમારા   પૈસા રાખો છો. આમ કરવાથી તમારી તમામ નાણા ને લગતી સમસ્યાઓ દુર થશે.

 

Leave a Comment