એક યુવક દેશી દારૂના નશામાં એસીડને પાણી સમજીને પીતા થયું મૃત્યુ…

દેશી દારૂના નશામાં ભાન ભૂલતાં પરપ્રાંતીય યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પીતાં મૃત્ત્યું થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિતેન્દ્ર સંચા કારીગર તરીકે કામ કરતો હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

પિતાના મૃત્યુ બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ ઓલવાઈ જતાં પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. આવતા મહિને બહેનના લગ્ન કરવાની તૈયારી પણ ચાલું હતી.

પંકજ સ્વાઈ જે તેની સાથે રૂમમાં રહેતો હતો તેણે જણાવ્યું હતું કે જિતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની તલાશમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક દીકરો આર્થિક સહારો હતો.

દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે બધા લોકો ચોંકી ગયા હતા. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો , જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. ત્યારે સુરતમાં ખૂલે આમ દારૂ વેચાતો હોવાથી આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે . છતાં પણ પોલીસ અધિકારીઓ પૈસા લઈને આવી ઘટનાઓની અવગણના કરતા હોય છે.

Leave a Comment