કોંગ્રસના સીએમ પદના ઉમેદવાર નરેશ પટેલ; ગેહલોતે રાજકારણમાં ભવિષ્યની સંભાવનાઓ અંગે ચર્ચા, સતાવાર જાહેરાત 15 એપ્રિલે થશે…

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની ચૂંટણીની સંભાવનાઓને મજબૂત કરવા ગુજરાત પહોંચ્યા હતા. પંજાબમાં જોરદાર જીત બાદ ઉત્સાહિત આમ આદમી પાર્ટી એ પણ ગુજરાતમાં સક્રિયતા વધારી છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપને આકરો પડકાર આપનાર કોંગ્રેસ પણ ભાજપને પડકારવા માટે કમર કસી રહી છે.

નરેશ પટેલ ગુજરાતમાં પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા ગણાય છે. આ સાથે તેઓ શ્રી ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. નરેશ પટેલે સોમવારે આપેલા નિવેદનમાં રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શ્રી ખોડલધામ ટ્રસ્ટને પાટીદાર સમાજમાં ઘણી માન્યતા છે કારણ કે આ ટ્રસ્ટ લેઉવા પાટીદાર સમાજના આશ્રિત દેવતા ખોડિયાર મંદિર સાથે સંકળાયેલું છે. આ મંદિરનું સંચાલન આ ટ્રસ્ટ દ્વારા થાય છે. ટ્રસ્ટના ચેરમેન તરીકે નરેશ પટેલની પાટીદાર સમાજમાં મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસો પરથી સમજી શકાય છે કે નરેશ પટેલને પોતાની સાથે લાવવા માટે પાર્ટી કેટલી તલપાપડ છે.

તો કોંગ્રેસના મત મુજબ સમીકરણોને બેસાડવા અને તમામ જ્ઞાતિઓનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ગુજરાત કોંગ્રેસના સીએમ તરીકે નરેશ પટેલ અને અન્ય પદોમાંમાં અન્ય જ્ઞાતિના નેતાઓને રાખવામાં આવી શકે છે. જોકે આ અંગેનું સ્પષ્ટ ચિત્ર 15 એપ્રિલે જાણવા મળશે પરંતુ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વધુ છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે નરેશ પટેલને મળ્યા હતા. ગેહલોતે તેમની સાથે ગુજરાતના રાજકારણમાં ભવિષ્યની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.

ગેહલોત ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ પાટીદાર સમાજના કુળદેવી ખોડલ માતાના મંદિરે પહોંચ્યા હતા અને નરેશ પટેલને મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

આ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકુરે પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કહ્યું છે કે નરેશ પટેલ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. જો કે હજુ સુધી નરેશ પટેલ તરફથી કોંગ્રેસમાં જોડાવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એવી ચર્ચા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

Leave a Comment