પોતાનું કામ પૂરું કરવા માટે નાના બાળકોને મોબાઈલ આપનાર માં-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો, જાણો આખી ઘટના વિષે…

નાના બાળકોને સાચવવા એ ખૂબ મોટી ચેલેન્જ હોય છે. પરંતુ આજકાલ ઘણા માતા પિતા તેમનું કામ પૂરું કરવા માટે થઈને બાળકોને એકલા રમવા મૂકી દેતા હોય છે. આવા કિસ્સામાં ઘણી વખત ના થવાનું થઈ જતું હોય છે. ત્યારે આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે.

જ્યાં એક બાળકી ઘરમાં મોબાઈલ ફોન જોઈ રહી હતી અને તેની માતા રસોડામાં કામ કરી રહી હતી તો પિતા કામથી બહાર ગયા હતા. આ દરમિયાન ઘરની બારી પર સૂકવવા નાતે મુકેલ ગમછો કોઈક રીતે આ માસુમ બાળકીના ગળે વીંટળાઈ ગયો હતો. અને ફાંસો લાગી જતા આ બાળકીનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાના અને હાલ અમરોલી કોસાડ આવાસ ખાતે વસવાટ કરતા મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 5 વર્ષની ઉંમરની એસ્પીતા નામની માસુમ દીકરી હતી.

મનોજભાઈ ગત 21મી તારીખે શાકભાજી લેવા માટે બહાર ગયા હતા અને તેમના પત્ની રસોડામાં બધા માટે રસોઈ બનાવી રહ્યાં હતા. અને મનોજભાઈની દીકરી એસ્પીતા ઘરની બારી નજીક ફોઆ ગેમ રમી રહી હતી. આ દરમિયાન બારી પાસે એક ઘમછો સૂકવવા નાખેલો હતો તે કોઈક રીતે એસ્પીતાના ગળે વિટળાઇ ગયો હતો.

અને બાદમાં અચાનક જ એસ્પીતાનો પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો. થોડી વાર પછી મનોજભાઈની પત્નીએ રસોડામાંથી દીકરી એસ્પીતાને બુમ પાડી પરંતુ એસ્પીતાએ કોઈ જવાબ ન આપતા તેઓ તેને જોવા માટે રૂમમાં ગયા હતા. જ્યાં તેમણે એસ્પીતાને ફાંસો લાગેલી હાલતમાં જોતા જ તેઓ તાત્કાલિક અસરથી સારવાર માટે એસ્પીતાને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. અને એક પછી એક 3 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં રિફર થયા પછી લાલ દરવાજા ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાનું મોત નીપજ્યું હતું.

એસ્પીતાના પિતા મનોજ જૈનાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ઘરમાં નેટવર્ક બરાબર આવતું ન હોવાથી મારી એકની એક દીકરી એસ્પીતા બારી પાસે મોબાઈલમાં ગેમ રમી રહી હતી. ત્યારે બારી પાસે કપડાં સૂકવવા માટે બાંધેલી દોરી પર એક ગમછો સુકવવા નાંખેલો હતો. ત્યારે ગેમ રમતા રમતા કોઈક રીતે એસ્પીતાએ તે ગમછો પોતાના ગળામાં લપેટી લીધો હતો અને અચાનક તેનો પગ લપસી જતા એસ્પીતાને ફાંસો લાગી ગયો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Leave a Comment