નાગપંચમીના દિવસે ભૂલથી પણ ના કરો આ કામ, તે અશુભ માનવામાં આવે છે

નાગપંચમીનો તહેવાર ૧૩ ઓગસ્ટે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં સાપને પૌરાણિક કાળથી દેવતા તરીકે પૂજવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે .  સાપ ને ભગવાન શિવનું આભુષણ માનવામાં આવે છે . આ મહિનામાં નાગપંચમીના દિવસે તેમની પૂજા કરવાથી ખુબ વિશેષ લાભ મળે છે. જો કે આ દિવસે કેટલાક ખાસ કામ કરવાની ના પાડવામાં આવે છે.

નાગ પંચમીના દિવસે ખેતરમાં જમીનને ખોદવી કે તેમાં હળ ચલાવવું એ ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેથી , તે દિવસે આવું કરવાનું ટાળવું જોઈએ. નાગ દેવતા ને પાતાળ લોકના સ્વામી માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે સાપ જમીનમાં રહે છે અને ખેતરોનું રક્ષણ કરે છે. એટલા માટે આ દિવસે જમીન ખોદવાની ના પાડે છે .

નાગ પંચમીના દિવસે ક્યારેય જીવતા સાપની પૂજા ન કરવી જોઈએ. તેના બદલે નાગદેવતાની મૂર્તિની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવી જોઈએ. નાગદેવતાની છબી, માટી અથવા ધાતુની બનેલી મૂર્તિની પણ પૂજા કરી શકાય છે.

નાગપંચમીના દિવસે અગ્નિ પર તવો અને લોખંડ ની કઢાઈ ન ચડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નાગ દેવતાને દુખ થાય છે. આ સિવાય તે દિવસે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. અને મુખ્યત્વે સોય-દોરા નો ઉપયોગ ણ કરવો જોઈએ. એવું કરવાથી અશુભ માનવામાં આવે છે.

નાગપંચમીના દિવસે માંસ તથા આલ્કોહોલ નું સેવન પણ ના કરવું જોઈએ. તે દિવસે ભગવાન શિવના મંત્ર નો જપ કરવાથી લાભ મળે છે. નાગપંચમીના દિવસે આ આ બાબતો ધ્યાનમાં રાખો કે શિવલિંગ અથવા નાગ દેવને પિતળના વાસણમાં દૂધ અર્પણ કરવું જોઈએ. અને જયારે પાણી અર્પણ કરીએ ત્યારે તાંબા ના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.

જે લોકો ની કુંડળીમાં રાહુ અને કેતુ ભારે હોય છે, તે લોકોએ ખાસ કરીને નાગ પંચમીના દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા કરવી જોઈએ. આમ કરવાથી કુંડળીમાં આવતી અનેક સમસ્યાઓ સરળતાથી દુર થઇ જાય છે.

જેઓ કાલ સર્પ દોષથી પીડિત છે તેમને નાગપંચમીના દિવસે વિશેષ લાભ મળે છે. કુંડળીમાં કાલ સર્પ દોષ હોવાથી પારિવારિક જીવનથી લઇ ને વ્યવસાય,નોકરી જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કાલ સર્પ દોષ નિવારણ માટે નાગપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે સાપને દુધથી સ્નાન કરાવીને તેમની પૂજા કરવાથી સારું પુણ્ય મળે છે. આ દિવસે સાપ ના મોહકોને દાન અને દક્ષિણા આપવી શુભ માનવામાં આવે છે. ઘણા ઘરોમાં પ્રવેશદ્વાર પર સાપની તસ્વીરો બનાવવાની પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે નાગદેવની કૃપાથી તે ઘર હંમેશા સુરક્ષિત રહે છે.

Leave a Comment