નાગા સાધુઓ કેમ નથી પહેરતા કપડા? આ કારણે લગાવે છે શરીર ઉપર રાખ

મિત્રો, કુંભના નાગા સાધુ એ લોકોનુ આકર્ષણ નુ મુખ્ય કેન્દ્ર હોય છે. તમને જણાવી દઈએ કે, નાગા નો અર્થ એ થાય છે કે પહાડ. વાસ્તવિક જીવનમા નાગા શબ્દને નગ્ન રહેવાવાળા લોકોથી પણ જોડવામા આવ્યો છે. જોવા જઈએ તો વાસ્તવિક જીવનમા બે પ્રકારના સાધુ જોવા મળે છે. એક તો નાગા સાધુ અને બીજા અઘોરી બાવા.

તમને જણાવી દઈએ કે, અખાડામા વસવાટ કરતા નાગા સાધુ એ વધારે પડતા હિમાલયની સાથે ઉત્તરાખંડના પહાડોમા પણ વસવાટ કરે છે. આ સાથે જ તે અમુક મંદિરોમાં પણ રહે છે. ફક્ત એટલું જ નહિ અમુક સાધુ ધૂન પણ વગાડે છે. એ જ જો અઘોરીઓની વાત કરીએ તો અધિકાંશ અઘોરી શ્મશાનમા રહે છે. નાગા સાધુ એ રાત અને દિવસમાં એક જ વાર ભોજન કરે છે.

તમે ઘણીવાર નાગા સાધુ  ટીવી પર જોયા હશે. કુંભના મેળામા હજારોની સંખ્યામા નાગા સાધુ-સંતો જોઇ શકાય છે. આ નાગા સાધુ તેમના શરીર પર કપડા પહેરતા નથી અને તેમના શરીર પર રાખ લગાવે છે. નાગા સાધુઓનુ આ જીવન આશ્ચર્યજનક છે અને હુ પણ વિચારુ છુ કે, નાગા સાધુ કેમ આવા છે. તેઓ ક્યારેય કપડા કેમ નથી પહેરતા અને શા માટે તેઓ હંમેશા તેમના શરીર ઉપર રાખ લગાવતા હોય છે. ચાલો જાણીએ આ બધા વિશે…

શુ થાય છે આ “નાગા” શબ્દ નો અર્થ :  નાગા શબ્દ નો અર્થ મુખ્યત્વે નગ્ન થાય છે. નાગા સાધુઓ હંમેશાં નગ્ન અવસ્થામા રહે છે. તે ભગવાન ની ભક્તિમા એટલા ખોવાઈ જાય છે કે, તે તેમના શરીર પર કપડા ઢાંકવાની જરૂરીયાત નથી સમજતા.

તેમનો નથી હોતો કોઈ પરિવાર : આ સાધુઓ નુ કોઈ ઘર કે  કુટુંબ નથી હોતુ. તેઓ તેમના સમુદાય ને જ તેમનો પરિવાર માને છે અને તેઓ પ્રભુ ની ભક્તિ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. ઘર અથવા પરિવાર સાથે તેમનો કોઈ અર્થ જ રહેતો નથી.

રહેવાની જગ્યા હોય છે એકદમ સરળ : આ સાધુઓ તેમના સમુદાય સાથે ઝૂંપડીઓ બનાવીને સરળ અને સાદગી ભરેલુ જીવન જીવે છે. તેમની પાસે પોતાનુ કોઈ નિશ્ચિત રહેઠાણ નથી હોતુ.

શુ હોય છે તેમનુ દૈનિક ભોજન? આ સાધુઓ માત્ર યાત્રાળુઓ દ્વારા આપવામા આવેલ ભોજન જ ખાય છે. તેમને કોઈપણ દૈનિક ભોજન લેવાનુ કોઈ મહત્વ નથી. તે ફક્ત તેમના ભગવાન ની ભક્તિ કરે છે અને યાત્રાળુઓ દ્વારા આપવામાં આવેલ ભોજન ગ્રહણ કરે છે.

શા માટે નથી પહેરતા તે પોશાક? આ સાધુઓ માને છે કે, કપડા એ શરીર ને ઢાંકીને તેમના શરીર ની સુરક્ષા કરવાનુ કાર્ય કરે છે અને સાધુ સંતો માટે સલામતી નુ જીવનમા કોઈ જ મહત્વ નથી માટે આ કારણોસર જ તે પોશાક ધારણ કરતા નથી.

Leave a Comment