મુરલી વિજયનું દિલ દિનેશ કાર્તિક ની પ્રગ્નેન્ટ પત્ની પર આવ્યું, જાણો કેવી રીતે આપ્યો દગો   

ભારતીય ક્રિકેટ ટીમનો પ્રખ્યાત ક્રિકેટર દિનેશ કાર્તિક વિકેટકીપર અને બેટ્સમેન તરીકે જાણીતો છે અને તેના ખૂબ ખરાબ નસીબ છે જો એમ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. દિનેશ કાર્તિકની લાઈફ ઘણા સંધર્ષોથી ભરેલી છે. કાર્તિકે કેપ્ટન ધોની પહેલા જ વિકેટકીપર બેટ્સમેન તરીકે ભારતીય ક્રિકેટ ટીમ માં પ્રવેશ કર્યો હતો. ધોનીના આગમન પછી, તે પાવરફુલ હોવા છતાં પણ તેને રાહ જોવા સિવાય કંઇ મળ્યું નહીં.

એમાં પણ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યા પછી કઈ પણ બાકી રહું નહિ. તે ક્રિકેટ ટીમ માટે માત્ર જરૂરત બનીને જ  રહી ગયો. અને દિનેશ કાર્તિક આ મુશ્કેલીથી પોતાને દૂર કરી શકે તે પહેલાં, તેને તેના શ્રેષ્ઠ મિત્ર અને પત્ની દ્વારા દગો મળી ગયો. તો ચાલો અપને જાણીએ દિનેશ કાર્તિક ની લાઈફ વિશે. દિનેશનો જન્મ 1 જૂન 1985 ના રોજ ચેન્નઇમાં થયો હતો.

દિનેશે તેની કારકિર્દીની શરૂઆત 5 સપ્ટેમ્બર 2004 ના રોજ લોર્ડ્સના મેદાનથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે કરી હતી. તમિલનાડુ તરફથી રમનારા દિનેશ કાર્તિકની કારકિર્દી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્યારેય બુલંદિઓને પ્રાપ્ત કરી શકી નહીં. હંમેશા ભારતીય ટીમમાં તેનું આવવા જવાનું રહેતું. અને આ બધાની માથાકૂટ વચ્ચે તેની પત્ની નિકિતાએ પણ તેને દગો આપ્યો હતો.

દિનેશ કાર્તિકે વર્ષ 2007 માં નિકિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના લગભગ 6 વર્ષ બાદ 2012  માં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. આની પાછળનું કારણ તેનો બેસ્ટ ફ્રેન્ડ મુરલી વિજય હતો. મુરલી વિજય અને દિનેશ તમિલનાડુથી સાથે રમતા હતા. અને તે ખૂબ સારા મિત્રો પણ હતા. તે દરમિયાન મુરલી વિજય અને નિકિતાનું અફેર શરૂ થયું. આ સમાચાર મળ્યા બાદ દિનેશ અંદરથી તૂટી ગયો.

આ અંગેની જાણ થતાં દિનેશે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે તેણે પત્નીને છૂટાછેડા આપ્યા હતા ત્યારે તે ગર્ભવતી હતી. તે પછી, નિકિતાએ છૂટાછેડા લીધા બાદ તે જ વર્ષે મુરલી વિજય સાથે લગ્ન કર્યા. બંનેને નવીન મુરલી વિજય નામનો એક પુત્ર છે. તે દરમિયાન દિનેશ ઘણાં તણાવમાં ચાલી રહ્યો હતો. આ સમય દરમિયાન, તેના જીવનમાં સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લિકલ ની એન્ટ્રી થઇ.

દીપિકા પલ્લિકલે દિનેશ સાથે માત્ર લગ્ન કર્યા એટલું જ નહીં પરંતુ તેના જીવન અને રમત બંનેમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા. દીપિકા પીએસએ મહિલા રેન્કિંગમાં પ્રથમ 10 માં પહોંચનારી પ્રથમ ભારતીય છે. દીપિકાએ તેની કારકિર્દીમાં 7 ડબ્લ્યુએસએ ટાઇટલ જીત્યા છે. દિનેશ અને દીપિકાએ હિન્દુ અને ખ્રિસ્તી બંને રિવાજો સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ દિનેશનું ભાગ્ય બદલાઈ ગયું હતું. વર્ષ 2018 માં, તેણે નિધસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લી બોલ પર સિક્સર ફટકારીને કમાલ કરી દીધો હતો. આજે દિનેશ કાર્તિક તેની પત્ની દીપિકા સાથે ખૂબ ખુશ જીવન જીવી રહ્યો છે. તેને તાજેતરના આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ વતી રમતા જોઇ શકાય છે.

 

Leave a Comment