મુકેશ અંબાણીએ પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા, દીકરી ઈશા અંબાણીના બાળકોને અપાવ્યા બપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો…

દેશના સફળ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેમની પત્ની નીતા અંબાણી ભગવાન ગણપતિના પરમ ભક્ત છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી એ એન્ટિલિયા સ્થિત પોતાના ઘરે ગણપતિ બાપ્પા ની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી.

હવે, ગણપતિ ઉત્સવ દરમિયાન, મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને તેમના પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી

મુકેશ અંબાણી અને તેમના પરિવારે કર્યા સિદ્ધિવિનાયક ના દર્શન: મુકેશ અંબાણી અને તેમના પરિવારે રવિવારે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. પરિવાર મંદિર પરિસરમાં પ્રવેશતા અને પછી પૂજા કરતા જોવા મળ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે.


જેમાં જોવા મળે છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશા ના બાળકો કૃષ્ણ અને આદિયાને પૂજારીને સોંપી દીધા અને તેમને બાપ્પાના ચરણોમાં મૂકી અને તેમને આશીર્વાદ અપાવ્યા.

અગાઉ પણ સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત લઈ ચુક્યા છે મુકેશ અંબાણી: તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય.

આ પરિવાર ભગવાન ગણપતિ માં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તેથી ખાસ પ્રસંગોએ મુકેશ અંબાણી બાપ્પાના આશીર્વાદ લેવા ચોક્કસ આવે છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી તેમની મોટી વહુ અને પુત્ર આકાશ સાથે સિદ્ધિવિનાયક ના મંદિરે ગણપતિ બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યા હતા

Leave a Comment