મહેસાણા જિલ્લામાં કોંગ્રેસી આગેવાનના રિસેપ્શનમાં આવેલા 1200 મહેમાન બન્યા બિમારીના ભોગ, આરોગ્યમંત્રી પણ હોસ્પિટલ પહોચ્યા…

મહેસાણા જિલ્લાના એક મોટી ઘટના સામે આવી છે, જેમાં વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રિ દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં પીરસાયેલું ભોજન લેવાના કારણે 1200 જેટલા લોકો ફૂડ-પોઇઝનિંગનો શિકાર બન્યા છે.

રાત્રે ઘટનાની જાણ થતાં આરોગ્યમંત્રી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા.

વિસનગરના સવાલા ગામે ગઈરાત્રે એક વાગ્યે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્નનું રિસેપ્શન હતું , જેમાં મોટી સંખ્યામાં મહેમાન હતાં.

લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટર્સને જમવાનું સોંપવામાં આવ્યું હતું . જેમાં અલગ અલગ વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત કફોળી થઈ ગઈ હતી.

લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનીગ થતાં તાત્કાલિક જે વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલમાં મુલાકાત માટે આવ્યા હતા.

Leave a Comment