મેલા ફિલ્મ માં ફેમસ અભિનેતા અમીરખાન નો ભાઈ ફૈઝલ ખાન ના લુકમાં જોવા મળીયો ફેરફાર, જુઓ તસ્વીર, દર્શકો ચોકી ગયા…

આમિર ખાન ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર રહી ચૂક્યો છે. તેની ફિલ્મ સ્ક્રીન પર આવતાની સાથે જ હંગામો મચાવી દે છે. જે રીતે ઈન્ડસ્ટ્રીના બાકીના કલાકારોના પરિવારના સભ્યો પણ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકે છે, એ જ રીતે આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પણ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો, મોટાભાગની ફિલ્મો આમિર અને ફૈઝલની એક સાથે છે,

પરંતુ ફૈઝલની ઓળખ ‘મેલા’ પરથી બનેલી ફિલ્મ છે, આ ફિલ્મના પાત્રથી તેણે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આમિરના ભાઈ ફૈઝલનો લુક બિલકુલ બદલાઈ ગયો છે.

હાલમાં જ ફૈઝલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે હવે ફૈઝલનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

તેની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે ફૈઝલ છે. એક પ્રશંસકે લખ્યું- વિશ્વાસ નથી આવતો કે તમે એ જ શંકર છો. તો અન્ય એક પ્રશંસકે લખ્યું- તમારો આખો લુક બદલાઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે ફૈઝલે વર્ષ 1969માં ફિલ્મ ‘પ્યાર કા મૌસમ સે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે આમિર ખાન સાથે ‘કયામત સે કયામત તક’માં જોવા મળ્યો હતો. ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી ખાસ રહી ન હતી.

Leave a Comment