દિવસેને દિવસે ખૂબ જ બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બળાત્કાર રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સુરતમાં 2017 એક તાંત્રિક દ્વારા માતા અને પુત્રી બંને ઉપર દુષ્કાળમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાંત્રિક ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને આજે કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહિલાના પતિની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી તે તાંત્રિક જોડે ગઈ હતી. ત્યારબાદ તાંત્રિકે માતા અને પુત્રી બંને જોડે દુષ્કર્મ આચર્યું હતું.
પુત્રી ને હતી ગંભીર બીમારી
સુરત માં આવેલ પ્રસિદ્ધ ખ્વાજા દાના દરગાહ જોડે આરોપી અખ્તર શેખ ત્યાં રહેતો હતો. અને લોકોને છેતરપિંડી નું કામ કરતો હતો. ભોગ બનનાર મહિલાનું કહેવું છે કે તેના પતિની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેની દીકરીની પણ તબિયત હંમેશા ખરાબ રહે છે તે માટે કે આ તાંત્રિક જોડે ગઈ હતી પરંતુ તાંત્રિકે તેનો ખોટો ફાયદો ઉઠાવી લીધો હતો.
તાંત્રિક દ્વારા વારંવાર આ મહિલાને પોતાના ઘરે બોલાવવામાં આવતી હતી. ત્યારબાદ આ તાંત્રિકે મહિલાઓને પોતાના વિશ્વાસ ઉપર લઇ લીધા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. ફક્ત મહિલા જ નહિ પરંતુ તેની 14 વર્ષની નાની ફૂલ જેવી દીકરી જોડે પણ તેને દુષ્કર્મ કર્યુ હતું.
ત્યારબાદ મહિલાએ આ તાંત્રિક વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન કરી હતી. આ બાબતે નામદાર કોર્ટ દ્વારા કેટલાક પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમજ આ તાંત્રિક ઉપર આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.