કોરોના ચેપને રોકવા માટે સામાજિક અંતરને અનુસરીને, માસ્ક પહેરવા જેવી ઘણી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. દેશમાં કોરોના રોગચાળાની બીજી તરંગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે પણ માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ આવી જ એક ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રાફિક પોલીસે માસ્ક પહેર્યા વિના કારમાં મુસાફરી કરતાં દંપતીને રોક્યા હતા,
જે પછીથી પતિ અને તેની પત્ની બંને એ રસ્તા પર હંગામો શરૂ કરી દીધો હતો. ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે તમે દિલ્હીમાં ઘરની બહાર નીકળો છો ત્યારે માસ્ક ફરજિયાત છે કોરોના ના ચેપ સામે રક્ષણ માટે, કારમાં મુસાફરી કરતા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ટ્રાફિક પોલીસે નિયમો તોડવા બદલ દંડની જોગવાઈ કરી છે.
એવી જ રીતે ચેકિંગ દરમિયાન દિલ્હી પોલીસે એક વાહન અટકાવ્યું હતું જેમાં અંદર બેઠેલા દંપતીએ માસ્ક પહેર્યું ન હતું. પૂછપરછ બાદ પોલીસે ચલણ આપવાનું જણાવ્યું હતું. આ સ્થિતિમાં કારની અંદર બેઠેલી મહિલા ગુસ્સે થઈ ગઈ હતી અને પોલીસ સાથે બદતમીજી કરવા લાગી હતી. આ મહિલાએ કહ્યું કે તેના પિતા પણ પોલીસમાં છે અને તે ચલણ ભરશે નહીં, પોલીસને જે કરવું હોય એ કરી લે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દંપતીની પાસે ન તો કર્ફ્યુ પાસ હતું અને ન તો તેના ચહેરા પર કોઈ માસ્ક. દિલ્લી પોલીસે મહિલા સ્ટાફને પોલીસ સ્ટેશનથી બોલાવી હતી અને તેમની સહાયથી દંપતીને દરિયાગંજ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બંને આરોપીઓ સામે કલમ 188 અને 51 બી હેઠળ ગુનો દાખલ કરાયો છે અને તેમનો ચલણ પણ કાપવામાં આવ્યો હતો. બંનેની ઓળખ પંકજ દત્તા અને આભા યાદવ તરીકે થઈ છે.
7 એપ્રિલે, દિલ્હી હાઈકોર્ટે કારને ‘જાહેર સ્થળ’ ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ખાનગી કારમાં એકલા જતો હોય ત્યારે પણ માસ્ક પહેરવો ફરજિયાત છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, દિલ્હીમાં કોવિડ -19 માં અત્યાર સુધી 8 લાખ 53 હજાર 460 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે અને 12121 લોકોએ જીવ ગુમાવ્યો છે.