ગુજરાતી સિનેમામાં પણ હવે ઘણાં સારા સારા કલાકરો આવી રહ્યાં છે. અને ઘણી સારી ફિલ્મો આવી રહી છે. મલ્હાર ઠાકર પણ ગુજરાતી ફિલ્મોનો જાણીતો ચેહરો છે.
મલ્હારની અત્યારે સારી ફેન ફોલોઈંગ છે. ત્યારે હવે આ અભિનેતાએ અચાનક જીમ કરવાનું શરૂ કર્યું છે.
તો મલ્હાર એ ઢોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રખ્યાત નામ બની ગયો છે. અને ફિલ્મોમાં પોતાના નામની સાથે સાથે તે પોતાની બોડી પણ બનાવી રહ્યો છે. તેણે હાલમાં જીમ જોઈન કર્યું છે અને તે જીમમાં સખત મહેનત કરીને પરસેવો પાડી રહ્યો છે.
આ ઉપરાંત એણે પોતાનો ડાયટ શેડ્યુલ ફિક્સ રાખ્યું છે. આની માહિતી તેણે પોતાના ચાહકોને instagram માં વીડિયો શેર કરીને આપી હતી.
સારાભાઈ’, ‘વિકીડાનો વરઘોડો’, ‘લોચા લાપસી’ વગેરે મૂવીમાં મલ્હાર ઠાકર લીડ રોલમાં જોવા મળશે. મલ્હારે હાલમાં ડિરેક્ટર હેનિલ ગાંધીની ફિલ્મનું શૂટિંગ ફિનિશ કર્યું હતું.
તેની બીજી ફિલ્મ ‘થઇ જશે’, પાસપોર્ટ, દુનીયા દારી, કેશ ઓન ડિલેવરી,મિડનાઇટ વિથ મેનકા, સરતો લાગુ અને સાહેબ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ છે. જ્યારે તેની લેટેસ્ટ રિલીઝ સ્વાગતમ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે.