ધંધુકા ગામના માલધારી યુવકની હત્યા, વહેલી સવારથી જ ધંધુકા બંધનું એલાન, જાણો શું છે કારણ…

ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર ગામમાં ગરમાવો છે. ત્યારે આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર એક્શનમાં આવી ગયું હતું.

ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં ચાર્જ સોંપવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ સમુદાય વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી.જેનું મન દુઃખ રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

જેને લીધે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે તકનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માનવુ છે.

તો બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે.

હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે.મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા છે.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

Leave a Comment