માલધારી કિશન ભરવાડનો વધુ એક જૂનો વિડિયો થયો વાયરલ; જાણો તે શું બોલી રહ્યો છે…

ધંધુકા ની અંદર બનેલી માલધારી યુવકની હત્યાના કેસની અંદર રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેમજ એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે. તેવામાં ફરી એક વખત સોશિયલ મીડિયા માં કિશન ભરવાડ નો એક જૂનો વીડિયો ખૂબ ફરીરહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિશન ભરવાડ એ સોશિયલ મીડિયામાં વિડિયો મૂકીને જો કોઈ પણ ધર્મની લાગણી દુભાઇ હોય તેવો, વિડીયો મુક્યો હતો અને આ જ કારણે, બે અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરાઈ હતી.

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની વિધર્મીઓએ હત્યા કરી દીધી.અને આ હત્યાને કારણે રાજ્યભરના હિન્દુ સંગઠનોમાં રોષ છે.રાજ્યના અનેક શહેરોમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા માં કિશન ના મૃત્યુ પછી તેનો એક વધુ વીડિયો વાયરલ થઇ છે. જેમા કિશન બોલી રહ્યો છે કે, સોશીયલ મીડીયા ની અંદર અપલોડ કરવામાં આવેલા મારા વિડીયો થી કોઈપણ સમાજની લાગણી દુભાઇ હોય તો હું માફી માગું છું.

આ ઉપરાંત વધુમાં તમને જણાવી દઈએ કે, કિશન જાહેર વિડિયો દ્વારા માફી માંગવા છતાં પણ વિધર્મી દ્વારા તેમની કરૂણ હત્યા કરવામાં આવી હતી. ખરેખર આ દુઃખદ ઘટના કહેવાય .

Leave a Comment