એક મહિલા અંતિમ સંસ્કારના સમયે જીવિત થઈ, આ જોઈને બધા ચોકી ગયા…

કેટલીક ઘટનાઓ એવી હોય છે. જેના ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ પડી જતો હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કરતા હોય છે. થોડા સમય પહેલાં આવો જ બનાવ જોવા મળ્યો છે. જ્યાં એક મહિલા અંતિમ સંસ્કારના સમયે ઉભી થઈ ગઈ હતી અને લોકો તેને મરી ગયેલી સમજતા હતા પરંતુ તાબૂત ની બહાર આવવા માટે લોકોને અવાજ આપી રહી હતી.

 

મહિલાનું નું નામ રોઝા છે જે પેરુ નું રહેવાસી છે. એક દિવસ એક્સિડન્ટમાં તેનું મોત થઈ ગયું હતું. લોકો તેનો અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ એક ચમત્કાર જોવા મળ્યો. અને તે તાબુદ ની બહાર આવી ગઈ ત્યાં રહેલા લોકો ખૂબ જ ડરી ગયા હતા. કોઈને ઉમીદ પણ નથી કે આ શું થઈ રહ્યું છે?

 

આ મહિલાનું મોત એકસીડન્ટ થયું હતું. તેમજ મહિલાના પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આ મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હતું. પરંતુ 26 એપ્રિલના દિવસે જ્યારે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવ્યું ત્યારે આ અજીબોગરીબ ઘટના જોવા મળી હતી.

 

આ મહિલાને જીવતી જોઈને સંબંધીએ પોલીસ અને હોસ્પિટલમાં ફોન કર્યો. ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવી. ત્યારે ડોક્ટરે માન્યુ કે તે લગભગ કોમા માં જતી રહી હતી.તેનું મોત નિપજ્યું ન હતું.

Leave a Comment