સુરતમાં સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે આવ્યો હાર્ટ એટેક

સુરતમાં સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી.

ત્યાર બાદ હૃદયમાં દુખાવો છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું.

હાર્ટ-એટેક આવતાંની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને સારવાર ચાલી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયતના ખબર અંતર જાણવા માટે પહોંચ્યા છે. જોકે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે.

સમાજસેવક મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે એકાએક આપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા.

મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યોમાં પણ ચિંતા દેખાય રહી છે . ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમની ઉપર છે.

વર્ષ 2017 માં મહેશ સવાણીએ 251 છોકરીઓના લગ્ન કર્યા. તેમણે કહ્યું કે તે એવી મહિલાઓના લગ્નની ગોઠવણ કરે છે, જેમના પિતા નથી અથવા જે લગ્નનો ખર્ચ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું,

‘હું આ છોકરીઓનો પિતા બનવાની જવાબદારી લઈ રહ્યો છું.’ તે 2012 થી દર વર્ષે કન્યાદાન કરે છે.

Leave a Comment