આપના પૂર્વ નેતા મહેશ સવાણીએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી હતી, મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં ફરી જોડાશે…

પંજાબ બાદ હવે ગુજરાતમાં હવે આપ ધીરે ધીરે પ્રસરી રહી છે તો કોંગ્રેસની જેમ આપના પણ ઘણા સભ્યો ભાજપમાં આવી રહ્યા છે. તો તાજેતરમાં જ સુરતમાં એક યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ સી આર પાટીલ અને મંત્રી હર્ષ સંઘવી હાજરી આપી હતી. આપને છોડી દીધા પહેલા મહેશ સવાણી અને હર્ષ સંઘવી બંને સતત એકબીજાનો વિરોધ દર્શાવતા હતા પરંતુ કહેવાય છે કે રાજનીતિમાં કોઈ દુશ્મન નથી હોતું અને કોઈ દોસ્ત નથી હોતું. ત્યારે મહેશ સવાણીએ આજે સી આર પાટીલ અને હર્ષ સંઘવીના કામના વખાણ કર્યા હતા.

તો સવાણી ગૃપ ના આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી અને સી.આર.પાટિલ નું જોરદાર સ્વાગત કરાયું હતું અને સી.આર.પાટિલ એ પણ સવાણી પરિવાર ના ગુણગાન ગાયા હતા. તો હાલમાં પરિસ્થિતિઓ જોતા જો મહેશ સવાણી ભાજપમાં જોડાય તો કોઈ તે કોઈ નવી બાબત નહીં ગણાય.

સમાજસેવક મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે એકાએક આપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા. મહેશ સવાણીની એકાએક તબિયત લથડી હતિ.

વર્ષ 2017 માં મહેશ સવાણીએ 251 છોકરીઓના લગ્ન કર્યા. તેમણે કહ્યું કે તે એવી મહિલાઓના લગ્નની ગોઠવણ કરે છે, જેમના પિતા નથી અથવા જે લગ્નનો ખર્ચ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું, ‘હું આ છોકરીઓનો પિતા બનવાની જવાબદારી લઈ રહ્યો છું.’ તે 2012 થી દર વર્ષે કન્યાદાન કરે છે.

Leave a Comment